ગુજરાત કોંગ્રેસમાં ફરી વિરોધનો વંટોળ, દિગ્ગજ નેતાએ ટ્વીટ કરીને જગદીશ ઠાકોરને હટાવવાની માંગ કરી!

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં કારમા પરાજય બાદ કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા ફરીથી બેઠી થવાનો પ્રયાસ કરી રહી છે. જગદીશ ઠાકોરના નેતૃત્વમાં ચૂંટણી લડનારી કોંગ્રેસે અત્યાર સુધીની વિધાનસભા ચૂંટણીમાં સૌથી ખરાબ પ્રદર્શન કર્યું હતું, ત્યારે કોંગ્રેસમાં લોકસભાની ચૂંટણી પહેલા હવે વિરોધના સૂર ઊભા થયા છે અને ગુજરાત કોંગ્રેસના પ્રમુખને બદલીને નવા પ્રમુખ લાવવાની માંગણી પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે દ્વારા કરવામાં આવી છે.

ગ્યાસુદ્દીન શેખનો જગદીશ ઠાકોર સામે ખુલ્લો વિરોધ
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કોંગ્રેસ પ્રેસિડેન્ટ ખડગે, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી તથા કે.સી વેણુગોપાલને ટેગ કરીને ટ્વીટ કરતા લખ્યું છે કે, હાઈકમાન્ડે પોતાની વિવેક બુદ્ધિ અને સર્વેના આધાર પર કોંગ્રેસની વિચારધારા પ્રત્યે પ્રતિબદ્ધ, પાયાના કાર્યકરને સન્માન આપનારા, લોકની સમસ્યાને લઈને સંઘર્ષ કરવાની ક્ષમતાવાળી વ્યક્તિને ગુજરાતના અધ્યક્ષ બનાવવા જોઈએ.

ADVERTISEMENT

કોંગ્રેસના ટોચના નેતાઓ પણ દિલ્હી પહોંચ્યા
ત્યારે કોંગ્રેસના જ પૂર્વ ધારાસભ્યના ટ્વીટથી ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર વિરોધનો વંટોળ શરૂ થયો છે. ત્યારે ગ્યાસુદ્દીન શેખે સીધા જ કોંગ્રેસના વર્તમાન પ્રમુખ જગદીશ ઠાકોર સામે સીધા સવાલો ઊભા કર્યા છે. બીજી તરફ કોંગ્રેસના ટોચના નેતાઓ પણ ગુજરાતમાંથી દિલ્હી પહોંચ્યા છે. સૂત્રો મુજબ તેમની માગણી પણ ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ સહિતના ટોચના પદ પર બદલી કરવાની માંગ છે.

    follow whatsapp

    ADVERTISEMENT