આવતીકાલે યોજાશે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ઉપરાષ્ટ્રપતિ પદ માટે આવતીકાલે એટલે કે, 6 ઓગસ્ટે ચૂંટણી યોજાવાની છે અને તે દિવસે જ ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે. વર્તમાન ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડૂનો કાર્યકાળ 10 ઓગસ્ટે પૂર્ણ થઇ રહ્યો છે. એનડીએએ આ વખતે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે વિપક્ષે કોંગ્રેસ નેતા માર્ગારેટ અલ્વાને ઉમેદવાર બનાવ્યા છે.

ચુંટણીપંચે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 6 ઓગસ્ટે યોજવાની જાહેરાત કરી હતી. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેનું જાહેરનામું પાંચમી જુલાઈએ બહાર પડયુ હતું અને 19મી જુલાઈ સુધી ઉમેદવારીપત્રો ભરી ભરાયા હતા. ઉમેદવારીપત્રોની ચકાસણી 20મી જુલાઈએ થઈ હતી. ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુની મુદત 10મી ઓગસ્ટે પૂરી થાય છે ત્યારે આવતી કાલે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી યોજશે અને આવતી કાલે જ મત ગણતરી થશે.

મતદાર મંડળ
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાર મંડળમાં રાજ્યસભાના 233 ચૂંટાયેલા સભ્યો તથા નીમાયેલા 12 સભ્યો અને લોકસભાના ચૂંટાયેલા 543 સભ્યો છે. લોકસભાના મહાસચિવ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચુંટણી અધિકારી હોય છે.

ADVERTISEMENT

બેલેટ પેપરથી ચૂંટણી થશે
વોટિંગ દરમિયાન દરેક સાંસદ સભ્યને એક જ વોટ આપવાનો હોય છે પરંતુ તેને પોતાની પસંદના આધાર પર પ્રાથમિકતા નક્કી કરવાની હોય છે. બેલેટ પેપર પર મતદાતા પોતાની પસંદને 1, બીજીને 2 અને આ રીતે પ્રાથમિકતા આપે છે અને પોતાનો ઉમેદવાર પસંદ કરે છે.

શું છે ગણિત
હાલમાં ભાજપ પાસે લોકસભા સાંસદોની સંખ્યા 303 છે. બીજી તરફ રાજ્યસભામાં 93 સાંસદ છે. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીમાં કુલ વોટોની સંખ્યા પર નજર કરીએ તો ભાજપ પાસે આંકડો 395નો છે જ્યારે જીત માટે માત્ર 394 સભ્યોની જરૂર છે.

ADVERTISEMENT

આ છ ઉપરાષ્ટ્રપતિ બન્યા છે રાષ્ટ્રપતિ

ADVERTISEMENT

  • સર્વપલ્લી રાધાકૃષ્ણન
  • ડૉ. ઝાકિરહુસેન
  • વી.વી ગીરી
  • આર વેંકટરામન
  • શંકર દયાલ શર્મા
  • કે.આર નારાયણન

ભારતમાં અલગ જ છે ઉપરાષ્ટ્રપતિનો ઇતિહાસ, ભારતના ઇતિહાસની વાત કરવામાં આવેતો ઉપરાષ્ટ્રપતિ જ રાષ્ટ્રપતિ બન્યા હોય એવું 6 વખત બન્યું છે. આ શરૂઆત ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનથી થઈ હતી. રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદના સમયમાં લાંબા સમય સુધી સર્વપલ્લી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ હતા અને ત્યાર બાદ તે રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યાર બાદ રાધાકૃષ્ણન 13 મે 1962માં રાષ્ટ્રપતિ બન્યા ત્યારે ડૉ. ઝાકિરહુસેન ઉપરાષ્ટ્પતિ હતા તેઓને રાધાકૃષ્ણનના નિવૃત થયા પછી રાષ્ટ્રપતિ બન્યા હતા. વી.વી ગીરી પણ ઝાકિરહુસેનના સમયગાળામાં ઉપરાષ્ટ્રપતિ હતા અને ત્યાર બાદ તે રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારબાદ વર્ષ 1982માં જ્ઞાની ઝૈલસિંગના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ તરીકે આર વેંકટરામન 1987માં રાષ્ટ્રપતિ બન્યા હતા. વેંકટરામન પછી ઉપરાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા 1992માં રાષ્ટ્રપતિ બન્યા હતા. આ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવતા કે.આર નારાયણન પછીથી રાષ્ટ્રપતિ બન્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT