કર્ણાટકમાં ચૂંટણીની તારીખ જાહેર, જાણો ક્યારે યોજાશે ચૂંટણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

કર્ણાટક: વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. કર્ણાટકમાં 224 બેઠકો માટે 10 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે. જ્યારે પરિણામ 13 મેના રોજ આવશે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પત્રકાર પરિષદમાં આ માહિતી આપી હતી. તારીખોની જાહેરાત સાથે જ રાજ્યમાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ગઈ છે. કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી  હતી.

58,282 મતદાન મથકો
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, આ ચૂંટણી માટે કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકો પર 58,282 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. દરેક મતદાન મથક પર સરેરાશ 883 જેટલા મતદારો હશે. એટલું જ નહીં, 1320 મતદાન મથકોનું સંચાલન મહિલા અધિકારીઓ કરશે. આ વખતે પંચે કર્ણાટકમાં 240 મોડલ મતદાન મથકો સ્થાપવાની વાત કરી છે.

ADVERTISEMENT

24 મે એ થઈ રહ્યો છે કાર્યકાળ સમાપ્ત
કર્ણાટકમાં વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી અહીં મે 2018માં યોજાઈ હતી. કર્ણાટકમાં 224 વિધાનસભા સીટો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 80 અને જેડીએસને 37 બેઠકો મળી હતી.

5,21,73,579 મતદારો કરશે મતદાન
ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સને મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે સંબોધિત કરી હતી. તેમણે માહિતી આપી હતી કે કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકોમાંથી, 36 બેઠકો SC અને 15 બેઠકો ST માટે આરક્ષિત છે. આ ચૂંટણીમાં કુલ 5,21,73,579 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

ADVERTISEMENT

5 વર્ષમાં 3 મુખ્યમંત્રી બદલ્યા
કર્ણાટકમાં છેલ્લા 5 વર્ષમાં ઘણી રાજકીય ઉથલપાથલ થઈ છે. 5 વર્ષમાં ત્રણ વખત રાજ્યમાં સીએમ બદલાયા, 23 મે, 2018ના રોજ સીએમ તરીકે શપથ લેનારા સૌપ્રથમ કુમારસ્વામી હતા. તેઓ 23 જુલાઈ 2019 સુધી મુખ્યમંત્રી રહ્યા. આ પછી યેદિયુરપ્પા 26 જુલાઈ 2019 થી 28 જુલાઈ 2021 સુધી મુખ્યમંત્રી રહ્યા. યેદિયુરપ્પાના રાજીનામા પછી, બસવરાજ 28 જુલાઈ 2021ના રોજ મુખ્યમંત્રી બન્યા. તેઓ રાજ્યના હાલના સીએમ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT