‘ભૂગર્ભજળની અવ્યવસ્થા કરવા બદલ દેશમાં સૌથી મોટો દંડ ગુજરાતને’

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદઃ ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આજે ગુજરાત સરકારને પાણી મુદ્દે આડેહાથ લીધી હતી. કોંગ્રેસ સરકારે નર્મદા બંધ માટે પાયો અને સુએજ ગેટ બંધ કરવાની સૌથી ચેન્લેન્જીંગ કામગીરી કરી. જ્યારે આજની ભાજપ સરકારે ભૂગર્ભજળની અવ્યવસ્થા કરવા બદલ દેશમાં સૌથી મોટો દંડ ગુજરાતને થયો છે. દેશમાં સૌથી મોટો દંડ ગુજરાતને થાય તો આ ગુજરાતની સરકારે સુજ્ઞ લોકોની માફી માગવી જોઈએ. જ્યાં વ્યવસ્થા થવી જોઈએ ત્યાં અવ્યવસ્થાપન.

પહેલો ઉદ્યોગ રત્ન પુરસ્કાર રતન ટાટાના નામે, ખુદ CM પહોંચ્યા આપવા

શક્તિસિંહ ગોહિલે શું કહ્યું?

તેમણે કહ્યું કે, કોંગ્રેસ સરકારે નર્મદા બંધ માટે પાયો અને સુએજ ગેટ બંધ કરવા સુધીની ચેલેન્જ કામગીરી પૂર્ણ કરી. આજે ભૂગર્ભજળની અવ્યવસ્થા કરવા બદલ દેશમાં સૌથી મોટો દંડ ગુજરાતને ₹12.32 કરોડ રૂપિયાનો ફટકારવામાં આવ્યો છે, જે માટે સરકારે ગુજરાતના સુજ્ઞ લોકોની માફી માંગવી જોઈએ. ગુજરાતમાં જળ વ્યવસ્થાપન થાય તો ખેડૂતો, માલધારીઓ, પશુપાલકો અને આમ જનતાને બહુ મોટો ફાયદો થઈ શકે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT