AAP ને ભારે પડશે નારાજ કાર્યકર્તાઓ, આવતી કાલે નક્કી કરશે રણનીતિ

ADVERTISEMENT

gujarattak
social share
google news

સંજય રાઠોડ , surat: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં દરરોજ સત્તાના સમીકરણો બદલાતા રહે છે. આ દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી એડી ચોંટીનું જોર લગાવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટી સામે મુશ્કેલીમાં વધારો થયો છે. આમ આદમી પાર્ટીના નારાજ કાર્યકર્તાઑનું સંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. આ દરમિયાન સુરતથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં આપના કાર્યકર્તા હવે આપ વિરુદ્ધ પ્રચાર કરશે. રાજેશ દિયોરા નામના આપના કાર્યકર્તાએ આપ પર પૈસા લઈને ટિકિટ વેચવાનો આરોપ મૂક્યો છે. આયાતીને પૈસા લઈને ટિકિટ ફાળવતા પાયાના કાર્યકર્તાઓ નારાજ છે, જેને લઈ રાજેશ દિયોરાએ ગુજરાતના નારાજ આપના કાર્યકર્તાઓનું સંમેલન બોલાવ્યું છે. રાજેશ દિયોરાએ કહ્યું આપને ગુજરાતમાં એક પણ સીટ નહીં આવવા દઈએ અને દિલ્હી ભેગી કરી દઈશું. આમ આદમી પાર્ટી વિરુદ્ધ આપના કાર્યકર્તાઓએ જ વિરોધ કરતા રાજકારણ ગરમાયું છે.

કાલે રણનીતિ ઘડવામાં આવશે
આમ આદમી પાર્ટીના નારાજ નેતાઓ દ્વારા સમેલન આવતી કાલે સાંજે 4 કલાકે દેવમુનિ ફાર્મ, એસએમસી સપોર્ટ ક્લબ સામે ગુરુકુળ રોડ વેડ રોડ પર યોજવાંમાં આવ્યું છે. જેમાં નારાજ નેતાઓ ઉપસ્થિત રહેશે અને આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી વિરુદ્ધ રણનીતિ ઘટડમાં આવશે.

ADVERTISEMENT

788 ઉમેદવારો પ્રથમ તબક્કા માટે મેદાને
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ તો ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેનો ત્રિપાંખિયો જંગ નિશ્ચિત છે.પરંતુ આ ત્રણ નેશનલ પાર્ટી ઉપરાંત પણ અનેક સ્ટેટલેવલના અને સ્થાનિક પક્ષો પણ ચૂંટણીમાં ઝંપલાવતા પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેની ચૂંટણીમાં તમામ પક્ષો -અપક્ષો મળીને કુલ 39 રાજકીય પક્ષોના ઉમેદવારો છે. 39 પક્ષોના કુલ 788 ઉમેદવારોમાં 70 મહિલા ઉમેદવારો છે. જ્યારે કુલ ઉમેદવારોમાં 339 અપક્ષ ઉમેદવારો છે.

AAPના પ્રવક્તાનું નિવેદન
આમ આદમી પાર્ટી ગુજરાત ના પ્રવકતા યોગેશ ભાઇ જાધવાની એ જણાવ્યું કે રાજુભાઈ અગાઉ સુરત શહેર આપના ઉપાધ્યક્ષ હતા પણ જ્યારે આપ નાં સંયોજક અરવિંદ કેજરવાલ એ સમગ્ર ગુજરાત ની આમ આમદી પાર્ટી ની બોડી વિસર્જન કરી દીધી હતી ત્યારે પછી તેઓ આપ મા સક્રિય ના હતા.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT