ED બાદ હવે દિલ્હી પોલીસ Arvind Kejriwal ની પાછળ પડી, આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બીજીવાર ફટકારી નોટિસ

ADVERTISEMENT

delhi cm arvind kejriwal
delhi cm arvind kejriwal
social share
google news
  • અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે ભાજપ પાર્ટી તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.
  • આ આરોપોની તપાસ કરવા ક્રાઈમ બ્રાન્ચની ટીમ ફરી એકવાર કેજરીવાલના ઘરે નોટિસ પાઠવવા પહોંચી હતી.
  • CM આવાસના અધિકારીઓએ પોલીસની નોટિસ લેવાનો ઈનકાર કરી લીધો હતો.

Delhi CM Arvind Kejriwal: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુસીબતો ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. હવે ફરી એકવાર આમ આદમી પાર્ટીના ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના આરોપોના કેસની તપાસ કરવા માટે ક્રાઈમ બ્રાન્ચના ACP કેજરીવાલના ઘરે નોટિસ આપવા પહોંચ્યા છે, પરંતુ મુખ્યમંત્રી આવાસ પર હાજર અધિકારીઓ પોલીસની નોટિસ સ્વીકારવા તૈયાર નથી.

સૂત્રોના જણાવ્યા અનુસાર અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો હતો કે, ભાજપ તેમના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે. કેજરીવાલે કહ્યું કે, તેમના 21 ધારાસભ્યોને તોડવાની યોજના છે. આ અંગે તેમના સાત ધારાસભ્યોનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો.

સીએમ ઓફિસ નોટિસ લેવા તૈયાર નથી

ક્રાઈમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા અનુસાર ACP ક્રાઈમ બ્રાન્ચ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચી ગયા છે, પરંતુ સીએમ ઓફિસ નોટિસ લેવા તૈયાર નથી, જ્યારે ક્રાઈમ બ્રાન્ચ કેજરીવાલને વ્યક્તિગત રીતે નોટિસ આપવા માંગે છે અને માત્ર તેમની જ રિસીવિંગ માંગે છે. સીએમ ઓફિસનું કહેવું છે કે પોલીસ નોટિસ નથી આપી રહી, પોલીસ મીડિયાને લાવી છે. પોલીસનો હેતુ નોટિસ આપવાનો નથી, બદનામ કરવાનો છે.

ADVERTISEMENT

શુક્રવારે પણ પોલીસની ટીમ CM આવાસ પર પહોંચી હતી

તમને જણાવી દઈએ કે સીએમ કેજરીવાલના ઘરે શુક્રવારે સાંજે પણ નોટિસ લઈને પોલીસની ટીમ પહોંચી હતી, પરંતુ સીએમ આવાસ પર હાજર અધિકારીઓએ નોટિસ લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી પોલીસ અધિકારીઓ કોઈ સૂચના આપ્યા વિના ત્યાંથી ચાલ્યા ગયા.

પત્રકાર પરિષદમાં આક્ષેપો કર્યા હતા

વાસ્તવમાં, દિલ્હી સરકારના PWD મંત્રી આતિશીએ એક પ્રેસ કોન્ફરન્સમાં આરોપ લગાવ્યો હતો કે ભાજપ આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને 25-25 કરોડ રૂપિયાની ઓફર કરી રહી છે. તેમની સાથે ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે ભાજપે AAPના તમામ આરોપોને નકારી કાઢ્યા હતા. સૂત્રોનું માનીએ તો દિલ્હી પોલીસ આ મામલે ક્રાઈમ બ્રાંચ આતિશીને પણ નોટિસ મોકલી શકે છે.

ADVERTISEMENT

કેજરીવાલે લાંબી પોસ્ટ કરી હતી

આ સંદર્ભમાં સીએમ કેજરીવાલે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર એક લાંબી પોસ્ટમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા, અને દાવો કર્યો હતો કે, ભાજપ દિલ્હીમાં AAP ધારાસભ્યોને તોડવાનો પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં બીજેપીએ અમારા દિલ્હીના 7 ધારાસભ્યોનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓ થોડા દિવસો પછી કેજરીવાલની ધરપકડ કરશે. તે પછી અમે ધારાસભ્યોને તોડી નાખીશું. 21 ધારાસભ્યો સાથે વાતચીત કરવામાં આવી છે. બાકીના ધારાસભ્યો સાથે પણ વાત કરી રહ્યા છે. તેમને એમ પણ કહ્યું કે, અમારા તમામ ધારાસભ્યોએ ભાજપની ઓફર ફગાવી દીધી છે.

ADVERTISEMENT

ભાજપે પોલીસમાં ફરિયાદ કરી હતી

30 જાન્યુઆરીએ પ્રદેશ ભાજપની ટીમે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચના સીપીને મળીને આતિશી અને કેજરીવાલના આ આરોપો સામે ફરિયાદ આપી હતી. ભાજપ દ્વારા AAP ધારાસભ્યોને લાલચ આપવાના કથિત ખોટા આરોપોની SIT તપાસની માંગણી કરવામાં આવી હતી. ઉપરાંત, ભાજપના પ્રતિનિધિ મંડળે જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ તેની ફરિયાદમાં કેટલાક સંદર્ભો આપ્યા હતા.

    follow whatsapp

    ADVERTISEMENT