Jignesh Mevani નો આરોપ, 82 ટકા સમાજ માટે ભાજપ સરકાર કશું જ કરતી નથી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિ વેગ પકડી રહી છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ Jignesh Mevani એ સરકાર પર આરોપ લગાવ્યો છે કે, રાજ્યમાં દલિત, આદિવાસી, લઘુમતી અને OBCની કુલ 80 ટકાથી વધુ વસ્તી છે. આ સમાજો સામે ષડયંત્ર કરી હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. અને અન્ય સમાજને સાચવવામાં આવે છે.

કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, રાજ્યમાં દલિત સમાજની વસ્તી 7 ટકા છે.  100 માંથી 7 રૂપિયા ફાળવવા જોઈએ તે નથી ફાળવવામાં આવતા. દલિત અને આદિવાસી સમાજના મો નો કોળિયો ઝુંટવી લઈ 55,000થી 60,000 કરોડનું નુકશાન કર્યું. ડૉ આંબેડકર ભવન બનાવવાની વાત હતી તે આખા ગુજરાતમાં બનાવવાનું કાર્ય બંધ કરી દીધું. ફ્રી શીપ કાર્ડની યોજના ચાલતી નથી. કોંગ્રેસની સરકારમાં જે જમીન આદિવાસી, ઓબીસી અને દલિત સમાજને જે જમીન ફાળવવામાં આવતી હતી તે ભાજપની સરકારમાં અદાણીને ,અંબાણીને અને રિયલએસ્ટેટના માફિયાને ફાળવામાં આવે છે.

રાજ્યમાં કેસ પરત લેવા મામલે મેવાણીએ સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું હતું કે, પટેલ સમાજ પર આંદોલનમાં થયેલા 1 ડઝનથી વધુ કેસ પરત લેવામાં આવ્યા. મને આનંદ છે. હજુ લેવાના બાકી હોય તો પરત લો પણ ઉના દલિત કાંડમાં દલિતો પર થયેલા એક પણ કેસ પરત લેવામાં આવ્યા નથી. ગેનીબેન ઠાકોર પર ખોટો કેસ થયો. અને કોઈ ખોટો કેસ પરત લેવામાં આવ્યો નથી.

ADVERTISEMENT

અમે 82 ટકાની વાત લઈ અને સરકારને ખુલ્લા પાડવા  નીકળવાના છીએ. કોઈ સમાજના વિરૂદ્ધમાં નહીં પરંતુ આ 82 ટકા વંચિતના હિતમાં નિકળશું. સરકારનું આ વલણ નહીં ચાલે.

    follow whatsapp

    ADVERTISEMENT