દાદરાનગર હવેલીના રાજકારણમાં ખળભળાટ, જિલ્લા પંચાયતના 15 સદસ્યો જોડાયા ભાજપમાં
કૌશિક જોષી, સેલવાસ: રાજકારણમાં સમીકરણો બદલાતા આખી સરકાર બદલે છે. આવી જ રીતે દાદરા નગર હવેલીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. નીતિશ કુમારને મોટો…
ADVERTISEMENT
કૌશિક જોષી, સેલવાસ: રાજકારણમાં સમીકરણો બદલાતા આખી સરકાર બદલે છે. આવી જ રીતે દાદરા નગર હવેલીના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. નીતિશ કુમારને મોટો ઝટકો લાગ્યો છે, દાદરા નગર હવેલીમાંથી સંયુક્ત જનતા દળને મોટો ઝટકો લાગ્યો છે. JDUના જિલ્લા પંચાયતના એક સાથે 15 સદસ્યોએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
રાજકારણમાં હવે પક્ષ પલટો સામાન્ય થઈ ચૂક્યો છે. ભાજપમાં ભરતી મેળો હોય તેમ વિવિધ પક્ષના આગેવાનો અને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. દાદરાનગર હવેલીમાં JDUના એક સાથે 15 જિલ્લા પંચાયતના સદસ્યોએ JDU સાથે છેડો ફાડી અને ભાજપનો ખેસ ધારણ કર્યો છે. હવે દાનહ જિલ્લા પંચાયતમાં JDU નહીં પણ ભાજપનો ભગવો લહેરાશે. સેલવાસ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ પહેલેથી જ ભાજપ પાસે છે. 15 જિલ્લા પંચાયતના સભ્યો આવ્યા બાદ જિલ્લાની લગભગ તમામ પંચાયતોમાં ભાજપનો ઝંડો લહેરાશે.
આ કારણે છોડ્યો જેડીયુનો સાથ
જેડીયુના પ્રદેશ પ્રમુખ ધર્મેશ ચૌહાણે કહ્યું: “મુખ્યમંત્રી નીતીશ કુમારના નેતૃત્વ હેઠળ, યુનાઈટેડ જનતા દળે ભાજપ છોડી દીધું છે અને રાષ્ટ્રીય જનતા દળને પસંદ કર્યું છે. આ નિર્ણય સામે દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના સભ્યોએ સંયુક્ત જનતા દળ છોડવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અંત્યોદયના આધારે એક નવા આત્મનિર્ભરની રચના થઈ રહી છે. ત્યારે સંયુક્ત જનતા દળના કેન્દ્રીય નેતૃત્વનો આ નિર્ણય જનવિરોધી છે. જાહેર અભિપ્રાયનો વિશ્વાસઘાત કરનાર છે. એટલા માટે અમે સંયુક્ત જનતા દળ સાથે સંબંધ તોડવાનો નિર્ણય લીધો છે. જિલ્લા પંચાયતના પ્રમુખ નિશા ભંવરે કહ્યું: “અમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સબ કા સાથ, સબ કા વિશ્વાસના મંત્રમાં સંપૂર્ણ વિશ્વાસ છે. મોદીજીની સરકાર વિકાસ માટે દિવસ-રાત સમર્પિત છે. એટલા માટે અમે મોદીજીના નેતૃત્વમાં કામ કરવાનો નિર્ણય લીધો છે. ,
ADVERTISEMENT
આ સભ્યો ભાજપમાં જોડાયા:
- વૈશાલી પટેલ (દાદરા)
- વંદના પટેલ (નરોલી)
- જશોદા પટેલ (ખારાપાડા)
- ગોવિંદ ભુજાડા (ગાલોંડા)
- મીના વરથા (કિલવાણી)
- રેખા પટેલ (મસાટ)
- દીપક કુમાર પ્રધાન (રખોલી)
- પ્રવીણ ભોયા (સાયલી)
- દીપક પટેલ (અંબોલી)
- વિજય ટેમ્બરે (કૌંચા)
- મમતા સવર (દુધની)
- નિશા ભંવર (ખાનવેલ)
- સુમન ગોરખના (રૂડાણા)
- પાર્વતી નડગે (માંદોની )
- વિપુલ ભુસારા (સિંદોની)
ગુજરાત પર અસર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પર સીધીરીતે કોઈ અસર થઈ શકે નહીં. ગુજરાત વિધાનસભાની કોઈ પણ બેઠક આ સાથે જોડાયેલ નથી પરંતુ ભૌગોલિક રીતે નજીક હોવાથી આ અસર પરોક્ષ રીતે ગુજરાત વિધાનસભા પર જોવા મળી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT