ગાયને 'રાષ્ટ્રમાતા' જાહેર કરવામાં આવે, ગેનીબેન ઠાકોરે સંસદમાં કરી માંગ
Geniben Thakor statement: ગુજરાતથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી છે. સોમવારે લોકસભામાં તેમણે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો ઉલ્લેખ કરીને આ માંગ કરી.
ADVERTISEMENT
Geniben Thakor statement: ગુજરાતથી કોંગ્રેસના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ ઉઠાવી છે. સોમવારે લોકસભામાં તેમણે શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો ઉલ્લેખ કરીને આ માંગ કરી. ગાયના દૂધ અને છાણનું મહત્વનું વર્ણન કરતા સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે, ગૌવંશ પર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના પર પ્રતિબંધિત કોઈ કાયદો લાગુ થાય એવી હું માંગ કરી રહી છું. કોંગ્રેસ સાંસદે લોકસભામાં આપેલું ભાષણ હવે વાયરલ થઈ રહ્યું છે.
ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવેઃ ગેનીબેન
દેશના સાધુ, સંતો, મહંતો અને શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજે પદયાત્રા કરી અને ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ કરી. તેમની માંગ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે અને ગાયોની હત્યા પર પ્રતિબંધ લાદવામાં આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, 'ગાયનું દૂધ ખૂબ જ ફાયદાકારક હોય છે. કુદરતી ખેતીમાં ગાયના છાણની જરૂર પડે છે. પશુઓની ખરીદી અને વીમા પર જીએસટી લગાવવામાં આવે છે, તેને તાત્કાલિક હટાવવામાં આવે.'
ગેનીબેને ઉઠાવ્યો સાંસદમાં મુદ્દો
જ્યોતિર્મઠના એક સત્તાવાર એક્સ હેન્ડલ પરથી કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરનો વીડિયો શેર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે, 'પરમારાધ્યા જ્યોતિષપીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્યજી મહારાજની પ્રેરણાથી આદરણીય ગૌભક્ત ગેનીબેન ઠાકોરે આજે સંસદમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે શંકરાચાર્યજીની પદયાત્રાનો પણ ઉલ્લેખ કર્યો.'
ADVERTISEMENT
परमाराध्य ज्योतिष्पीठाधीश्वर जगद्गुरु शङ्कराचार्य जी महाराज की प्रेरणा से गोभक्त आदरणीय गेनीबेन ठाकोर ने आज संसद् में गौमाता को राष्ट्रमाता घोषित करने की बात उठाई। शङ्कराचार्य जी की पद यात्रा का उल्लेख भी किया।#गौमाता_राष्ट्रमाता pic.twitter.com/0ZzoY7nZth
— 1008.Guru (@jyotirmathah) August 5, 2024
બનાસકાંઠાથી સાસંદ છે ગેનીબેન
ગેનીબેન ઠાકોર ગુજરાતમાંથી કોંગ્રેસના એકમાત્ર લોકસભાના સાંસદ છે. તેઓ આ વર્ષે લોકસભા ચૂંટણીમાં બનાસકાંઠા બેઠક પરથી ભાજપના ઉમેદવારને હરાવવામાં સફળ રહ્યા હતા. ઠાકોર અગાઉ પણ તેના કેટલાક નિર્ણયો માટે ગુજરાતમાં સમાચારોમાં રહ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT