ચૂંટણી લડીશ અને દમખમથી રાજનીતિ કરવાનો: અલ્પેશ ઠાકોર
GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર હજાર રહ્યા હતા અને અપલેશને કઈ જોતું હોય તો ભાજપમાં ભળવું…
ADVERTISEMENT
GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોર હજાર રહ્યા હતા અને અપલેશને કઈ જોતું હોય તો ભાજપમાં ભળવું પડે આ અંગે પૂછતાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, હું ઈમાનદારીથી કવ છું કોઈ માંગણી અમે નથી સ્વીકારી શકયા, નથી સ્વીકારી શકયએ વાસ્તવિકતા છે. આજે પણ પરિસ્થિતિ એ જ છે. જે દિવસે આપનાર બનીશું ત્યારે 100 ટકા ન્યાય આપીશુ. લડનાર આપનાર બને ત્યારે જ કાઈક બને છે. હું પોલિટિકલ કરતાં સોશિયલ માણસ છું. આંદોલનકારી છું. તમે મને આંદોલનકારી રીતે કઈ પૂછો તો હું કોઈ ના નહીં પાંડુ. હું ઈમાનદારી થી કહું છું કે નથી આપવી શક્યો. જ્યારે પણ મોકો મળશે હું ગુજરાતિઓની સેવ કરવામાં પાછો નહીં પડું.
હું ચૂંટણી લાડવાનો, પાર્ટી જ્યાંથી ટિકિટ આપે ત્યાંથી લડીશ. ચૂંટણી લડીશ અને ધમખમથી રાજનીતિ કરવાનો. સામે બતાવશે રાજનીતિ માટે એટલોય નબળો નથી અને અલ્પેશ ઠાકોરને નબળી રાજનીતિ કરતાં આવડતી પણ નથી કે ટિકિટોની લાઇનમાં ઊભો રહું. ટિકિટ માટે લાઇનમાં ઊભો રહેવાનું થશે ત્યારે રાજનીતિ નહીં કરું.
ભાજપના મૂળ હોય તે જ સચવાય છે તે અંગે પૂછતાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, કોણ કહે છે આજે તમે કેબિનેટ જોઈ લો, રાજ્યસભા લોકસભા અને ધારાસભ્યનું લિસ્ટ જોઈ લ્યો. ભાજપ મજબૂત શક્તિઓ સંગ્રહ કરવાની પાર્ટી છે. તમે લોકો વચ્ચે ના હોય અને પછી કયો કે તમને નથી ચલાવતા. તે તો રાજનીતિમાં કોઈ પણ પાર્ટી હોય ભાજપ હોય કે કોંગ્રેસ હોય. જિગ્નેશભાઈમાં તાકાત હતી એટલે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા. કાલે અમે નબળા પડશું તો લોકો પણ નહીં પૂછે. ભાજપ[માં શક્તિનો સંગ્રહ છે એટલે સત્તા પર છે.
ADVERTISEMENT
ADVERTISEMENT