વિશ્વનાથ વાઘેલાએ BJPમાં જોડાતા જ કહ્યું- કોંગ્રેસ સત્તામાં આવે તો 2 મહિના પણ નહીં ટકે

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી આવતાની સાથે જ તોડજોડની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હતા ત્યારે જ યુથ કોંગ્રેસના પ્રમુખે નગારે ઘા માર્યો હતો. ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલાએ રાજીનામુ આપી દીધું હતું. વિશ્વનાથસિંહ વાઘેલાએ 4 સપ્ટેમ્બર, 2022ના રોજ ગુજરાત યૂથ કોંગ્રેસના પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું હતું. આજે વિશ્વનાથ વાઘેલા વિધિવત રીતે ભાજપમાં જોડાય છે. ગાંધીનગર કમલમ ખાતે ભાજપના નેતાઓની હાજરીમાં ભાજપના નેતા ગોરધન ઝડફિયાએ વિશ્વનાથ વાઘેલાને ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. વિશ્વનાથ સાથે ગુજરાત યુથ કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.

કોંગ્રેસથી છેડો ફાડી ભાજપમાં જોડાયેલા વિશ્વનાથ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, સિનિયર નેતાઓના આંતરિક ડખામાં મારો ભોગ લેવાયો છે. કોંગ્રેસે મારા કાર્યક્રમોને નિષ્ફળ કરવાના ઘણા પ્રયાસો કર્યા છે. નેતાઓના દીકરા દીકરીઓ અને પૈસાદાર લોકો માટે જ આ પાર્ટીમાં જગ્યા છે. પાર્ટીમાં અંદરોઅંદરના જ લોકો દુશ્મન છે. પ્રજાનો મિજાજ પારખનારા નેતાઓ રાહુલથી ગાંધીથી દૂર થઈ રહ્યા છે. વિકાસની બાબતો જોઇને હું ભાજપમાં જોડાયો છું. આઝાદી સમયના નેતાઓને કોંગ્રેસે કોરાણે મુક્યા છે. દિવસે ને દિવસે કોંગ્રેસની સ્થિતિ ખરાબ થઈ રહી છે. કોગ્રેસ પાર્ટી પદ વેચે છે. ભાજપના નેતાઓ જે કામ સોંપશે તે કામ કરીશું. હું ભાજપના સેવક તરીકે જોડાયો છું.

કોંગ્રેસ જીતે તો પણ 2 મહિના સરકાર ટકશે નહીં
વિશ્વનાથસિંહ વાઘેલાએ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસ વિધાનસભાની ચૂંટણીમાં જીતે તો પણ 2 મહિના સુધી સરકારમાં ટકી શકશે નહીં. રઘુ શર્મા પોતાના દીકરાને ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બનાવવા માટે તૈયારી કરી રહ્યા છે. 6 મહિના પહેલા સરકારનું પૂતળું કોંગ્રેસના આગેવાનોના કેહવાથી બાળ્યું હતું. કોંગ્રેસમાં અનેક જૂથવાદ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT