RSS યુનિફોર્મના ટ્વિટ મામલે ઋત્વિજ પટેલના પ્રહાર કહ્યું, કોંગ્રેસ અરાજકતા ફેલાવવા માંગે છે
અમદાવાદ: એક તરફ ભાજપ અને કોંગ્રેસ સતત આરોપ- પ્રત્યારોપની રાજનીતિ કરી છે ત્યારે આજે કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આરએસએસના યુનિફોર્મ લઈને ટ્વિટ કરવામાં આવ્યું…
ADVERTISEMENT
અમદાવાદ: એક તરફ ભાજપ અને કોંગ્રેસ સતત આરોપ- પ્રત્યારોપની રાજનીતિ કરી છે ત્યારે આજે કોંગ્રેસના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી આરએસએસના યુનિફોર્મ લઈને ટ્વિટ કરવામાં આવ્યું છે. આ મામલે રાજકીય માહોલ ગરમાયો છે અને આ મામલે ભાજપના પ્રવક્તા ઋત્વિજ પટેલે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ પર પ્રહાર કરતાં તેમણે કહ્યું કે કોંગ્રેસ અરાજકતા ફેલાવવા માંગે છે.
કોંગ્રેસ પર પ્રહાર કરતા ઋત્વિજ પટેલએ કહ્યું કે, ભાજપને નહીં પહોંચી વળતી કોંગ્રેસ હવે આર એસ એસ જેવી સંસ્થાઓ ઉપર પણ પોતાની નિમ્ન કક્ષાની રાજનીતિનો ઉપયોગ કરી રહી છે . કોંગ્રેસના નકારાત્મક વિચાર સ્પષ્ટ થઈ રહ્યા છે. જે રીતે કોંગ્રેસ આંતરવિગ્રહ ભડકાવવા માંગે છે. દેશમાં અરાજકતા ફેલાવવા માંગે છે. તે પ્રકારનું ભડકાવ ટ્વિટ કર્યું છે તેને ભાજપ સખત શબ્દોમાં વખોડે છે. આરએસએસ જનસેવામાં અવિરત પણે રાષ્ટ્રવાદની ભાવનાથી કામ કરતી સેવા ભાવિ સંસ્થા છે તેના પર આ પ્રકારનું ટ્વિટ કરી કોંગ્રેસએ પોતાની હલકી માનસિક્તના દર્શન કરાવ્યા છે.
શું છે આ મામલો
આજે કોંગ્રેસે એક ફોટો ટ્વીટ કર્યો છે. આ ફોટોમાં આરએસએસના ડ્રેસમાં આગ લાગી છે. તેમાં ધુમાડો પણ નીકળતો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે ટ્વીટમાં આગળ લખ્યું, “દેશને નફરતના વાતાવરણમાંથી મુક્ત કરવા અને RSS-BJP દ્વારા થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે અમે એક સમયે એક પગલું ભરી રહ્યા છીએ.” અમે અમારા લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા છીએ.
ADVERTISEMENT
To free the country from shackles of hate and undo the damage done by BJP-RSS.
Step by step, we will reach our goal.#BharatJodoYatra ?? pic.twitter.com/MuoDZuCHJ2
— Congress (@INCIndia) September 12, 2022
કોંગ્રેસની ‘ભારત જોડો યાત્રા’નો આજે છઠ્ઠો દિવસ છે. આ દરમિયાન કોંગ્રેસ દ્વારા આરએસએસના ડ્રેસને લઈને એક ટ્વીટ કરવામાં આવી હતી, જેના કારણે તમામ ભાજપના નેતાઓ ગુસ્સે થયા હતા. ભાજપે પણ શીખ રમખાણોથી લઈને મુંબઈ રમખાણોનો ઉલ્લેખ કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. ભાજપે કહ્યું કે કોંગ્રેસને આગ લગાડવાની જૂની આદત છે.
ADVERTISEMENT
ADVERTISEMENT