કોંગ્રેસે કર્મચારીઓની માંગને લઈ શરૂ કરી રાજનીતિ, જાણો શું કહ્યું

ADVERTISEMENT

jagdish Thakor
jagdish Thakor
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ સરકાર સામે વિવિધ સંગઠનો મેદાને ઉતાર્યા છે. ચૂંટણી સમયે સરકાર સામે વિવિધ સંગઠનો આવતા સરકારમાં ચિંતા વધી છે ત્યારે પૂર્વ સૈનિકોની માંગણીઓને કોંગ્રેસ દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. કોંગ્રેસે કર્મચારીઓની માંગને લઈ  રાજનીતિ શરૂ કરી છે.  તેમણે કહ્યું કે, દેશની સુરક્ષા કરનાર જવાનોએ આંદોલન કરવુ પડે તે અત્યંત દુઃખદ.

સૈનિકોના ન્યાય માટે કોંગ્રેસ પ્રતિબધ્ધ
પૂર્વ સૈનિકોના હક્ક – અધિકારની વ્યાજબી માંગને સંપૂર્ણ સમર્થન સાથે સહકારની ખાત્રી આપતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે કહ્યું કે ગુજરાતમાં છેલ્લા ઘણા વખતથી દેશની સુરક્ષા કરનાર માજી સૈનિકો પોતાની ન્યાયીક માંગણીઓ માટે આંદોલન કરી રહ્યાં છે. એકતરફ ભાજપની સરકાર એક વર્ષની ઉજવણી કરી રહી છે અને બીજી બાજુ માભોમ ભારત દેશની રક્ષા કાજે ખડે પગે ફરજ બજાવતા પૂર્વ સૈનિકોની વાત સાંભળવા સરકાર તૈયાર નથી. એટલુ જ નહીં તેમના પર લાઠીઓ વરસાવાય તે કેટલે અંશે વ્યાજબી? સૈનિકોના નામે મત માંગી રાજનીતિ કરનાર ભાજપ સરકાર સરહદે દેશ માટે શહિદ થનાર જવાનોને શહિદનો દરજ્જો પણ આપતી નથી. આ છે ભાજપનો અસલી ચહેરો..! કોંગ્રેસ પક્ષ હંમેશા દેશની સુરક્ષા માટે બલિદાન આપનાર સૈનિકોને ન્યાય અને સન્માન મળે તે માટે પ્રતિબધ્ધ છે.

પૂર્વ સૈનિકોની લડતને કોંગ્રેસનું સમર્થન
કોંગ્રેસે વધુમાં જણાવ્યું કે, સર્વિસ દરમિયાન મુત્યુ પામેલાના પરિવારમાંથી કોઇ એકને નોકરી. પૂર્વ સૈનિકને મળતુ 10% અનામતનો ચુસ્તપણે પાલન. જે પૂર્વ સૈનિકને નોકરી ન મળે તેને ખેતીની જમીન અથવા શહેરમાં પૂર્વ સૈનિકને રહેઠાણ માટે પ્લોટની વ્યવસ્થા, પૂર્વ સૈનિકના સંતાનને ધો.12 પછીના ઉચ્ચ અભ્યાસમાં રિઝર્વ સીટ, માજી સૈનિકોને કોન્ટ્રાક્ટ પધ્ધતિથી બાદ રાખીને સીધી ભરતીમાં રાખવા આવશે. દરેક જીલ્લામાં સૈનિકના પરિવાર માટે સમસ્યાના સમાધાન માટે અલગથી વ્યવસ્થા, પૂર્વ સૈનિકના રાજ્યમાં મળતી નોકરીમાં સૈનામાં કરેલી નોકરી સળંગ ગણવામાં આવશે. પૂર્વ સૈનિકો માટે 5વર્ષનો ફીક્સ પગાર વાળી નીતિ નિયમો નાબૂદ કરવામાં આવશે. પૂર્વ સૈનિકને નોકરી તેના માદરે વતનમાં અથવા નજીકમાં પોસ્ટીંગ મળે તે માટે પ્રાથમિકતા, પૂર્વ સૈનિકનો વ્યવસાય વેરો માફ કરવામાં આવશે. પૂર્વ સૈનિકોની વ્યાજબી લડતને કોંગ્રેસ પક્ષ સમર્થન આપે છે.

ADVERTISEMENT

પૂર્વ સૈનિકોની વાત સાંભળવા ભાજપ તૈયાર નથી
ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ? રાજ્યના પૂર્વ સૈનિકો તેમને મળવાપાત્ર હક્ક અધિકાર માટે લાંબા સમયથી સરકાર સમક્ષ રજુઆત કરી રહ્યાં હોવા છતાં ભાજપ સરકાર પૂર્વ સૈનિકોની વાત સાંભળવા તો તૈયાર નથી પણ લોકતાંત્રીક રીતે એકત્ર થયેલ પૂર્વ સૈનિકો અને તેમના પરિવાર પર દંડા ફટકારી અત્યાચાર ગુજારવામાં આવે તે કેટલે અંશે વ્યાજબી ? જય જવાન જય કિસાન ના નારાથી ચૂંટણી સમયે મોટી મોટી વાત કરનાર ભાજપની ભ્રષ્ટ સરકાર સૈનિકોના પરિવારને જે રીતે અન્યાય કરી રહી છે તે સામે આક્રોશ રેલીમાં એક પૂર્વ સૈનિકનું નિધન થયું છે જે ઘણુ દુઃખદ છે.

ભાજપ પર ઉઠાવ્યા સવાલ
ભાજપ પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું કે, ​રાજ્યના કર્મચારીઓની નિવૃત્તી પછી સંપૂર્ણપણે સન્માન સાથે જીવન જીવી શકે, લાખો કર્મચારીઓને સામાજીક સુરક્ષા મળે તે માટે કોંગ્રેસ પક્ષ જનતાના આશીર્વાદથી ગુજરાતમાં વિધાનસભા ૨૦૨૨માં સત્તા પર આવતાની સાથે જ જુની પેંશન યોજના લાગુ કરાશે તેવી જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદને સંબોધન કરતા જણાવ્યું હતું કે, જુની પેંશન યોજનાનો લાભ પોતાના રાજ્યના કર્મચારીઓને જો કોંગ્રેસ શાસિત રાજસ્થાન અને છતીસગઢ આપી શકે, ઝારખંડ જેવું અલ્પ વિકસિત રાજય આપી શકે તો ભાજપ મોડેલનું આખા ભારતમાં અને વિશ્વમાં ઉદાહરણ આપતી કહેવાતી નંબર 1 વિકસિત ગુજરાત સરકાર તેના વિકાસના પાયામાં રહેલાં કર્મચારીઓને કેમ આપે નહિ? જુની પેંશન યોજનામાં કર્મચારીનો જે ફાળો કપાતો હતો તેં સરકારના GPF ફંડમાં જમા થતો હતો. જેનો ઉપયોગ સરકાર વિકાસના કામોમાં કરી શકતી હતી. જેથી સરકારને વિકાસની અમુક રકમ આ ફંડ દ્વારા જ મળી જતું. જયારે NPS માં તમામ ફંડ કર્મચારીના પગારના 10% અને સરકારના 10% એ ફંડ શેરબજારમાં રોકાય છે. જે સરકાર, જનતા અને કર્મચારીઓ બધા માટે નુકસાનદાયક છે.

ADVERTISEMENT

આઉટસોર્સ કર્મચારી મામલે મેદાને
આઉટસોર્સ મામલે કોંગ્રેસે ભાજપને ઘેરતા કહ્યું કે, મોટાં મોટાં તાયફા અને બીનઉપયોગી મેળાવડા કરીને પ્રજાના મહેનતનાં ટેક્ષના રૂપિયા વેડફી પોતાનો પ્રચાર કરનાર ગુજરાતની ભાજપ સરકાર ગુજરાત હાઇકોર્ટના આદેશ દ્વારા 2012 માં નાબૂદ કરેલ ફિક્સ પગાર પ્રથા ના વિરોધમાં સુપ્રીમમાં જાય અને ત્યાં એફિડેવિટ કરીને ગુજરાતની આર્થિક પરિસ્થિતિનું બહાનું આગળ ધરે એ સત્ય જનતાના ધ્યાને આવી ગયું છે. 2016માં આખા ભારતમાં લાગુ પડેલ સાતમું પગાર પંચ નંબર 1 કહેવાતી ગુજરાત સરકારે સંપૂર્ણપણે અમલ કરેલ નથી. 6 વર્ષ પછી હજુ કર્મચારીઓને ભથ્થા 6ઠ્ઠા પગારપંચ મુજબ જ મળે છે. આઉટસોર્સીંગથી ભરતી કરીને પોતાના ઓળખીતા કોન્ટ્રાકટરોને કોન્ટ્રાકટ આપીને સ્ટાફને કંટ્રોલ કરીને પોતાના તમામ કામો પોતાની મરજી મુજબ કરાવી લેવા એ આ સરકારનો હેતુ છે. કારણકે આઉટસોર્સ વાળા કર્મચારી કાંઈ બોલી ના શકતા હોઈ સરકારના અમુક ગેરકાયદેસર કામ પણ નીકળી જતા હોય છે અને કરોડો રૂપિયાની મલાઈ ભાજપાના મળતીયાઓ – એજન્સીઓ ચાઉ કરી જાય છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT