નારાજ નેતાઓને લઈ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરનું મોટું નિવેદન, જાણો શું કહ્યું
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં રાજકીય માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. નેતાઓની નારાજગી સામે આવી રહી છે તો બીજી તરફ દિલ્હીથી નેતાઑની ફોજ ગુજરાતમાં…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ રાજ્યભરમાં રાજકીય માહોલ તૈયાર થઈ ચૂક્યો છે. નેતાઓની નારાજગી સામે આવી રહી છે તો બીજી તરફ દિલ્હીથી નેતાઑની ફોજ ગુજરાતમાં પ્રચાર માટે આવી રહી છે. આ દરમિયાન રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસને લઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોર રાજકોટ પહોંચ્યા હતા. રાજકોટમાં તેમણે કોંગ્રેસના નારાજ નેતાઓ અંગે નિવેદન આપતા કહ્યું કે, મોટાભાગના નેતાઓની નારાજગી દૂર કરવામાં અમે સફળ રહ્યા છીએ.
નારાજગી દૂર કરવામાં રહ્યા સફળ
જગદીશ ઠાકોરે જણાવ્યું કે, 21 મી એ રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર નો પ્રવાસ નક્કી થઈ રહ્યો છે. જેને લઈ રાજકોટ આવ્યા છીએ. ચૂંટણી કેમ્પેઇન માટે આવ્યા છીએ. જેને ટિકિટ નથી મળી તેને રોષ હોય તેવા લોકો ને મળ્યા છીએ. બીજા તબક્કા ના ફોર્મની પ્રક્રિયા આજે પૂર્ણ થઈ જશે. કેટલાક વિસ્તાર એવા હતા કે બે ત્રણ સક્ષમ ઉમેદવારો હતા. પસંદગી એક ની જ હોય ત્યારે નાણી નરાજગી હોય તેને મનાવવાના પ્રયત્નો કર્યા છે. મોટે બહગએ અમે સફળ થયા છીએ. ભાજપ સોશિયલ મીડિયા માં છે. અને ચૂંટણી બુથ થી જીતવામાં આવે છે. ઉમેદવાર નક્કી થાય તે પહેલા બૂથનું નેટવર્ક પૂર્ણ થઈ ચૂક્યું છે. કોંગ્રેસનું મતદાન વધુ થાય તે પ્રયત્નો છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીમાં હવે જુસ્સો રહ્યો નથી
આમ આદમી પર સવાલ કરતાં કોંગ્રેસ અધ્યાક્ષ જગદીશ ઠાકોરે કહ્યું કે, આમ આદમી પાર્ટીના તમામ નામ જાહેર થયા તે બાદ આમ આદમી પાર્ટીના મોરલ ડાઉન થયાં હવે, આપમાં જે શરૂઆતનો જુસ્સો હતો તે હવે રહ્યો નથી.
(વિથ ઈનપુટ: નિલેશ શિશાંગીયા)
ADVERTISEMENT
ADVERTISEMENT