BREAKING : રાહુલ ગાંધી વાયનાડથી આપશે રાજીનામું, પ્રિયંકા ગાંધી લડશે પેટાચૂંટણી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. સોમવારે (17 જૂન) આ અંગે સત્તાવાર જાહેરાત થઈ છે.
ADVERTISEMENT
Rahul Gandhi Resign : કોંગ્રેસે આજે એક જ દિવસે બે મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી રાજીનામું આપશે અને રાયબરેલીથી સાંસદ રહેશે. જ્યારે પ્રિયંકા ગાંધી વાયનાડ બેઠક પરથી પેટાચૂંટણી લડશે. સોમવારે (17 જૂન) આ અંગે સત્તાવાર જાહેરાત થઈ છે.
પ્રિયંકા ગાંધી વાયનાડથી લડશે પેટાચૂંટણી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ અંગે એલાન કર્યું છે કે, રાહુલ ગાંધી વાયનાડ બેઠકથી રાજીનામું આપશે અને આ વાયનાડથી પ્રિયંકા ગાંધી પેટાચૂંટણી લડશે. રાહુલ ગાંધી રાયબરેલીથી સાંસદ રહેશે. કોંગ્રેસની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાયો છે.
શું બોલ્યા પ્રિયંકા અને રાહુલ ગાંધી
આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ જૂના સ્લોગન 'લડકી હું, લડ સકતી હું'નો પ્રયોગ કરતા કહ્યું કે, તેઓ વાયનાડથી પેટાચૂંટણી લડશે. તો રાહુલ ગાંધીએ કહ્યું કે, બંને સંસદીય ક્ષેત્રોમાં બે-બે સાંસદ મળવા જઈ રહ્યા છે. વાયનાડ સમયે સમયે જતો રહીશ.
ADVERTISEMENT
જણાવી દઈએ કે, રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ અને ઉત્તરપ્રદેશની રાયબરેલી બંને બેઠકો પર જીત મેળવી છે. પરંતુ નિયમ અનુસાર, રાહુલ માત્ર એક બેઠકથી જ સાંસદ રહી શકે છે. તેવામાં હવે રાહુલ ગાંધી વાયનાડ બેઠક ખાલી કરી દેશે તેવી ચર્ચા છે.
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું?
રાહુલ ગાંધીએ થોડા દિવસ અગાઉ પોતાના મત વિસ્તાર વાયનાડમાં મતદારોનો આભાર માનવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, 'તેઓ અસમંજસમાં છે કે કઈ બેઠક રાખે અને કઈ બેઠક છોડી દે. મને આશા છે કે તેઓ જે પણ નિર્ણય લેશે, તેનાથી સૌ ખુશ થશે.'
ADVERTISEMENT
રાજીનામા સંબંધિત નિયમો અને પ્રક્રિયા શું છે?
કલમ 240 (1) હેઠળ, જો કોઈ સભ્ય લોકસભા અથવા કોઈપણ બેઠક પરથી રાજીનામું આપવા માંગે છે, તો તેણે ગૃહના અધ્યક્ષને હસ્તલિખિત પત્રના રૂપમાં જાણ કરવી પડશે. જો કે, તેમના રાજીનામા માટે કોઈ કારણ જણાવવું જરૂરી નથી.
ADVERTISEMENT
નિયમો અનુસાર, જો કોઈ સભ્ય પોતાનું રાજીનામું સુપરત કરે અને કહે કે આ રાજીનામું સ્વૈચ્છિક અને સાચું છે અને સ્પીકરને તેમની વાત સાચી લાગે છે, તો તે તરત જ રાજીનામું સ્વીકારી શકે છે. ત્યારે જો સ્પીકરને રાજીનામું પોસ્ટ દ્વારા અથવા અન્ય કોઈ વ્યક્તિ દ્વારા રાજીનામું મળે છે, તો તેઓ પૂછપરછ કરી શકે છે જ્યાં સુધી તેઓ સંતુષ્ટ ન થાય કે રાજીનામું સ્વૈચ્છિક છે. ત્યારે જો સ્પીકરને લાગે છે કે રાજીનામું સ્વૈચ્છિક અથવા યોગ્ય નથી તો તેઓ રાજીનામું સ્વીકારશે નહીં.
ADVERTISEMENT