કોંગ્રેસને વધુ એક ફટકો, પ્રાંતિજના MLA મહેન્દ્રસિંહ કેસરિયો ધારણ કરશે

ADVERTISEMENT

gujarattak
social share
google news

પ્રાંતિજઃ ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. તેવામાં કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જોવા મળી શકે છે. તેવામાં હવે પ્રાંતિજના MLA મહેન્દ્રસિંહ બારૈયાએ કોંગ્રેસનો સાથ છોડી દીધો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. રિપોર્ટ્સ પ્રમાણે આજે સોમવારે મહેન્દ્ર સિંહ બારૈયાને સી.આર.પાટીલ કેસરિયો ખેસ પહેરાવશે. હવે વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડુ પડી ગયું છે.

રાજીનામું આપતા ચકચાર
કોંગ્રેસના MLA મહેન્દ્ર સિંહ બારૈયાએ રવિવારે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે. આની સાથે જ તેઓ સોમવારે સી.આર.પાટીલ દ્વારા કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં રાજકીય કારકિર્દીની નવી ઈનિંગની શરૂઆત કરી શકે છે. નોંધનીય છે કે કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજો એક પછી એક રાજીનામુ આપી દેતા હવે મોટુ ગાબડુ પડી જવા જેવી સ્થિતિ ઉભી થઈ છે.

ADVERTISEMENT

નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ બારૈયાએ પોતાનુ રાજીનામું આપી દેવાના સંકેતો અગાઉથી જ આપી દીધા હતા. આ દરમિયાન પ્રાંતિજમાં એક ધાર્મિક કાર્યક્રમના આયોજન દરમિયાન સ્થાનિક કાર્યકર્તાઓ અને લીડર્સની હાજરીમાં મહેન્દ્ર સિંહ બારૈયાએ પોતાનો અંતિમ નિર્ણય જાહેર કરી દીધો છે.

રાજકીય કારકિર્દીમાં મહેન્દ્ર સિંહ ઘણા એક્ટિવ રહ્યા
પ્રાંતિજના મહેન્દ્રસિંહ 1998થી જ રાજકારણમાં સક્રિય છે. ત્યારપછી 2002 અને 2007માં પ્રાંતિજ વિધાનસભાની ચૂંટણીમાં મહેન્દ્ર સિંહ મુખ્ય એજન્ટ રહ્યા હતા. ત્યારપછી 2010માં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મોયદ બેઠક પરથી વિજયી થયા હતા. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ પ્રાંતિજ બેઠક પરથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર રહ્યા હતા, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT