BJPમાં ભરતી મેળો: કોંગ્રેસના MLA ભાવેશ કટારા જોડાશે ભાજપમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકા પર ઝટકો લાગ્યો હતો. ગઈ કાલે રાત્રે કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ વિધાનસભા અધ્યાક્ષને રાજીનામું સોંપી દીધું હતું. ત્યારે આજે ભાવેશ કટારા ભાજપમાં વિધિવત રીતે જોડાશે.

ભાવેશ કટારા આજે પ્રદેશ ભાજપ અધ્યાક્ષ પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાશે. ભાજપે આજે જાહેર કરેલી 160 ઉમેદવારની યાદીમાં  ઝાલોદ પર કોઈનું નામ જાહેર કરવામાં નથી આવ્યું ત્યારે ભાવેશ કટારાને આ બેઠક પરથી મેદાને ઉતારી શકે છે.

ભાવેશ કટારાને કાપવામાં આવ્યા 

ADVERTISEMENT

કોંગ્રેસના ઝાલોદ બેઠકના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપી દીધું છે. વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યને રાજીનામું સોંપ્યું હતું. કોંગ્રેસે ઝાલોદ બેઠક પરથી ભાવેશ કટારાની ટિકિટ કાપી હતી. કોંગ્રેસે ઝાલોદ બેઠક પરથી ડૉ. મિતેશ ગરાસિયાને ટિકિટ આપી છે.

    follow whatsapp

    ADVERTISEMENT