કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાએ કર્યું મતદાન, જીતની આશા કરી વ્યક્ત

ADVERTISEMENT

gujarattak
social share
google news

 હેતાલી શાહ, નડિયાદ: ગુજરાત વિધાનસભાની  ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે. મતદારો આજે 833 ઉમેદવારોના ભવિષ્ય EVMમાં કેદ કરશે. આ દરમિયાન કોંગ્રેસના બંને પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડાએ મતદાન કર્યું છે. ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસના જીતની આશા વ્યક્ત કરી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ મતદાન કર્યું હતું. ભરતસિંહ સોલંકીએ દેદરડા ગામના સ્થાનિક લોકો સાથે મતદાન. મતદાન મથક પર  ગ્રામજનોએ હાર પહેરાવી ભરતસિંહ સોલંકીનું  સ્વાગત કર્યું હતુ. વધુને વધુ મતદાન કરવા ભરતસિંહ સોલંકીએ અપીલ કરી હતી.8 ડિસેમ્બરે કોંગ્રેસ બહુમતી સાથે સત્તામાં આવશે

અમિત ચાવડાએ કર્યું મતદાન
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને આંકલાવ વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર અમિત ચાવડાએ મતદાન કર્યું. અમિત ચાવડાએ તેમના પત્ની સાથે આંકલાવ કેશવપુરા પ્રાથમિક શાળામાં મતદાન કરવા પહોંચ્યા હતા.

ADVERTISEMENT

61 રાજકીય પાર્ટી મેદાને 
બીજા તબક્કામાં 61 રાજકીય પાર્ટીના 833 ઉમેદવાર ભાગ લઇ રહ્યા છે. 06 અનુસુચિત જાતિ માટે અનામત બેઠકો છે. 13 અનુસુચિત જનજાતિ માટે અનામત બેઠકો છે. જ્યારે 74 જનરલ બેઠકોનો સમાવેશ થાય છે.

    follow whatsapp

    ADVERTISEMENT