લોકસભાની ચૂંટણી વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુપચુપ જોડાઈ ગયા ભાજપમાં
Lok Sabha Election: લોકસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણીનું આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના મોટા નેતાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.
ADVERTISEMENT
Lok Sabha Election: લોકસભા ચૂંટણીની વચ્ચે કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. લોકસભાની ચૂંટણીનું આજે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે કોંગ્રેસના મોટા નેતાએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે.
રાધિકા ખેડા જોડાયા ભાજપમાં
મળતી માહિતી અનુસાર, કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર રાધિકા ખેડા અને અભિનેતા શેખર સુમન બંને મંગળવારે ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાઈ ગયા છે. કોંગ્રેસના નેશનલ મીડિયા કો-ઓર્ડિનેટર રાધિકા ખેડા (Radhika Kheda)એ છત્તીસગઢ કોંગ્રેસના સંચાર વિભાગના અધ્યક્ષ સુશીલ આનંદ શુક્લા પર ગંભીર આરોપો લગાવીને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હતું.
#WATCH | Former Congress National Media Coordinator, Radhika Khera joins BJP at the party headquarters in Delhi pic.twitter.com/ZnYeVvtFAA
— ANI (@ANI) May 7, 2024
સુશીલ આનંદ શુક્લા પર લગાવ્યા ગંભીર આરોપ
તેઓએ કહ્યું હતું કે, સુશીલ શુક્લાએ મને દારૂની ઓફર કરી હતી. તેમણે રાત્રે મારા રૂમનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, જે પક્ષમાં મેં 22 વર્ષ આપ્યા, ત્યાં મારો તીવ્ર વિરોધ થઈ રહ્યો છે કારણ કે હું અયોધ્યા (Ayodhya) શ્રીરામલલાના દર્શન કરવા ગઈ હતી. દેશવાસીઓના ન્યાય માટે હું સતત લડતી રહીશ.
ADVERTISEMENT
'અયોધ્યા જવાના કારણે મને ઠપકો આપ્યો'
રાધિકાએ જણાવ્યું હતું કે, મેં હંમેશા સાંભળ્યું હતું કે કોંગ્રેસ રામ વિરોધી, સનાતન વિરોધી અને હિન્દુ વિરોધી છે, પરંતુ મેં ક્યારેય માન્યું નથી. મહાત્મા ગાંધી દરેક સભાની શરૂઆત 'રઘુપતિ રાઘવ રાજા રામ'થી કરતા હતા. મને સત્ય ત્યારે ખબર પડી જ્યારે હું મારી દાદી સાથે રામ મંદિર ગઈ અને ત્યાંથી પરત ફર્યા બાદ મેં મારા ઘરના દરવાજા પર 'જય શ્રી રામ'નો ઝંડો લગાવ્યો અને ત્યારપછી કોંગ્રેસ પાર્ટી મારાથી નફરત કરવા લાગી. જ્યારે પણ મેં તસવીરો કે વીડિયો પોસ્ટ કર્યા ત્યારે મને ઠપકો આપવામાં આવ્યો અને પૂછવામાં આવ્યું કે ચૂંટણી ચાલી રહી છે ત્યારે હું અયોધ્યા કેમ ગયા.
ADVERTISEMENT