રાહુલ ગાંધી પર કંગના રનૌતે કરી નાખી એવી વાત કે નોંધાઈ ફરિયાદ, કોંગ્રેસ નેતાએ કહ્યું- તાત્કાલિક માફી માંગો
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત હાલના દિવસોમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. ભાજપ સાંસદ કંગનાએ કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માત્ર ખુરશીને મહત્વ આપે છે અને તેને માત્ર ખુરશી સાથે લગાવ છે. કંગનાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી આ નિવેદન બાદ હવે કોંગ્રેસ તેમના પર પ્રહારો કરી રહી છે.
ADVERTISEMENT
Kangana Ranaut Statement: હિમાચલ પ્રદેશની મંડી લોકસભા બેઠકથી ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત હાલના દિવસોમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. ભાજપ સાંસદ કંગનાએ કહ્યું હતું કે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી માત્ર ખુરશીને મહત્વ આપે છે અને તેને માત્ર ખુરશી સાથે લગાવ છે. કંગનાએ કહ્યું હતું કે, રાહુલ ગાંધી આ નિવેદન બાદ હવે કોંગ્રેસ તેમના પર પ્રહારો કરી રહી છે.
આ અંગે તેલંગાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા હનુમંત રાવે કંગના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. તેમણે સાંસદ કંગના રનૌત પર લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી માટે અસંસદીય ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે.
કોંગ્રેસ નેતા હનુમંત રાવે ફરિયાદમાં શું કહ્યું?
તેલંગાણા કોંગ્રેસના નેતા હનુમંત રાવે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ડ્રગની લતનો આરોપ લગાવવો યોગ્ય નથી. તેમણે કહ્યું કે, હૈદરાબાદના અંબરપેટ પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને જો ભાજપ આ રીતે લોકોને પ્રોત્સાહિત કરશે તો લોકો તેમને ભગાડી દેશે. હનુમંત રાવે એમ પણ કહ્યું કે કંગનાને નિયંત્રિત કરવાની જવાબદારી ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની છે.
આ પણ વાંચો
ADVERTISEMENT
કંગનાએ રાહુલ ગાંધીની માફી માંગવી જોઈએ
તેલંગાણા કોંગ્રેસના નેતાએ કહ્યું કે, કંગનાએ માત્ર લોકપ્રિયતા મેળવવા માટે આવા નિવેદન આપ્યા છે. તેણે રાહુલ અને તમામ ગરીબ અને નબળા વર્ગનું અપમાન કર્યું છે. કંગના રનૌતે આવા નિવેદન માટે રાહુલ ગાંધીની તાત્કાલિક માફી માંગવી જોઈએ. કંગનાના નિવેદનથી કોંગ્રેસના ચાહકો દુખી છે. હનુમંત રાવે DGP અને કમિશનરને પણ કંગના વિરુદ્ધ કેસ નોંધવાની અપીલ કરી છે.
એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં મંડીથી સાંસદ બનેલી કંગના રનૌતે રાહુલ ગાંધી પર ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેણે પોતાનો ડ્રગ ટેસ્ટ કરાવવો જોઈએ. તેમણે કહ્યું હતું કે રાહુલ ગાંધીને જોઈને લાગે છે કે તેઓ હંમેશા નશામાં હશે.
ADVERTISEMENT
ADVERTISEMENT