1998 બાદ પહેલીવાર કોંગ્રેસને મળ્યા બિન-ગાંધી પરિવારના અધ્યક્ષ, જાણો કોણ કોણ રહી ચૂક્યા છે કોંગ્રેસ અધ્યક્ષ

ADVERTISEMENT

gujarattak
social share
google news

નિકેત સંઘાણી, અમદાવાદ: કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી છેલ્લા ઘણા સમયથી  રાજકીય ગતિવિધિઓમાં ચર્ચાનો મોટો વિષય રહ્યો છે. આજે કોંગ્રેસ એક મહત્વપૂર્ણ તબક્કામાંથી પસાર થઈ છે.  1998 બાદ પહેલીવાર કોંગ્રેસને બિન-ગાંધી પરિવારના અધ્યક્ષ મળ્યા છે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરે પાર્ટીના આ ટોચના પદ માટે દાવેદારી કરી હતી. કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદની ચૂંટણીના અંતે પરિણામ જાહેર થઇ ગયા છે. કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીમાં મલ્લિકાર્જુન ખડગેની જીત થઇ ગઇ છે. જેમાં કુલ 9385માંથી 7897 વોટ મલ્લિકાર્જુન ખડગેને મળ્યા છે. જ્યારે શશી થરૂરને 1072 મત પ્રાપ્ત થયાં છે. મલ્લિકાર્જુન ખડગે 8 ગણા વધારે વોટોથી જીત્યા છે.

બે દાયકા બાદ કોંગ્રેસને મળ્યા પ્રથમ બિન ગાંધી પરિવારના 65માં અધ્યક્ષ. નવા અધ્યક્ષની વરણી થતા પાર્ટીને 24 વર્ષ બાદ પહેલી વાર કોંગ્રેસને બિન ગાંધી પરિવારના 65માં અધ્યક્ષ મળી ગયા છે. 1985થી લઈને 2022 સુધીમાં ગાંધી પરિવારમાંથી મોતીલાલ નહેરુ, જવાહરલાલ નહેરુ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બની ચૂક્યા છે જ્યારે સ્વ. રાજીવ ગાંધી અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા નથી. આવનાર સમેંઆ પ્રિયંકા ગાંધી માટે અધ્યક્ષ બનવાના અનેક ચાંસ છે.

આ દિગ્ગજોએ સંભાળી કોંગ્રેસની કમાન
કાર્યકાળ   –   નામ 
1885- વોમેશ ચંદ્ર બેનર્જી
1886- દાદાભાઈ નવરોજી
1887- બદરુદ્દીન તૈયબજી
1888- જોર્જ યુલ
1889- સર વિલિયમ વેડરબર્ન
1890- ફિરોઝ શાહ મહેતા
1891- પાનપક્કમ આનંદચારલુ
1892- વોમેશ ચંદ્ર બેનર્જી
1893- દાદાભાઈ નવરોજી
1894- અલફ્રેડ વેબ
1895- સુરેન્દ્રનાથ બેનર્જી
1896- રહમતઉલ્લાહ એમ સયાની
1897- શી શંકરન નાયર
1898- આનંદમોહન બોઝ
1899- રોમેશ ચંદ્ર દત્ત
1900- સર નારાયણ ગણેશ ચંદાવરકર
1901- દિનશો એદૂલજી વાચા
1902- સુરેન્દ્રનાથ બેનર્જી
1903- લાલમોહન ઘોષ
1904- હેનરી જ્હોન સ્ટેડમેન કોટન
1905- ગોપાલકૃષ્ણ ગોખલે
1906- દાદાભાઈ નવરોજી
1907- રાસબિહારી ઘોષ
1908- રાસબિહારી ઘોષ
1909- પંડિત મદન મોહન માલવીય
1910- વિલિયમ વેડરબર્ન
1911- બિશન નારાયણ ધર
1912- રઘુનાથ નરસિંહ મુધોલકર
1913- નવાબ સૈયદ મોહમ્મદ બહાદુર
1914- ભૂપેન્દ્ર નાથ બોઝ
1915- ભગવાન સત્યેન્દ્ર પ્રસન્ના સિંહા
1916- અંબિકા ચરણ મઝુમદાર
1917- એની બેસન્ટ
1918- સૈયદ હસન ઈમામ
1919- મોતીલાલ નેહરુ
1920- લાલા લજપતરાય
1920- સી વિજયરાઘવાચેરીયર
1921- હકીમ અજમલ ખાન
1922- દેશબંધુ ચિત્તરંજન દાસ
1923- મોહમદ અલી જોહર
1923- અબ્દુલ કલામ આઝાદ
1924- મોહનદાસ કરમચંદ ગાંધી
1924- જગજીવન રામ
1925- સરોજિની નાયડુ
1926- એસ શ્રીનિવાસ આયંગર
1927- મુખ્તાર અહેમદ અંસારી
1928- મોતીલાલ નહેરુ
1929-30- જવાહરલાલ નેહરુ
1931- સરદાર વલ્લભભાઈ પટેલ
1932- મદન મોહન માલવિયા
1933- નેલ્લી સેનગુપ્તા
1934-35- રાજેન્દ્ર પ્રસાદ
1936-37- જવાહરલાલ નહેરુ
1938-39- સુભાષ ચંદ્ર બોઝ
1940-46- અબ્દુલ કલામ આઝાદ
1946-47- જેપી ક્રિપલાણી
1948 -48 – પટ્ટાભી સીતારામૈયા
1950 – પુરુષોત્તમ દાસ ટંડન
1951-54 – જવાહરલાલ નહેરુ
1955-59 – યુએન ઢેબર
1959- ઈન્દિરા ગાંધી
1960-63 – નીલમ સંજીવ રેડ્ડી
1964-67 – કે કામરાજ
1968-69 – નીજલિંગપ્પા
1970-71 જગજીવન રામ
1972 -74 – શંકર દયાલ શર્મા
1975-77- દેવકાંત બરુઆ
1978-83- ઇન્દિરા ગાંધી
1985-1991- રાજીવ ગાંધી
1992-94 – પીવી નરસિમ્હા રાવ
1996-98- સીતારામ કેસરી
1998-2017- સોનિયા ગાંધી
2017-19- રાહુલ ગાંધી
2019-22 – સોનિયા ગાંધી
2022- મલ્લિકા ખડગે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT