પાટણ ગુમડા મસ્જિદ સ્કૂલના મતદાન બુથ પર એવું શું થયું કે, કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલને કરવી પડી ગાળાગાળી?
વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની…
ADVERTISEMENT
વિપિન પ્રજાપતિ, પાટણ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે તડામાર તૈયારી ચાલી રહી હતી આજે બીજા અને અંતિમ તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 14 જિલ્લાની 93 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 93 બેઠકો પર કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે. આ ઉપરાંત બંને તબક્કાનું મતદાન નક્કી કરશે કે ગુજરાતની સત્તાનું સિંહાસન કોણ સંભાળશે.તંત્ર અને રાજકીય પક્ષો શાંતિ પૂર્ણ મતદાન થાય તે માટે માંથી રહ્યા છે આ વચ્ચે પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલની ભાજપના કાર્યક્રતા સાથે રકજક થઈ જેમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે અશોભનીય અપશબ્દો ઉચ્ચાર્યા છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. મતદાન ચાલી રહ્યું છે આ વચ્ચે પાટણમાં ધારાસભ્ય અને ઉમેદવાર કિરીટ પટેલ મતદાન મથક પર ઉગ્ર થઈ ગયા અને ગાળાગાળી કરી દીધી. પાટણના રતનપોળ વિસ્તારમાં આવેલ ગુમડા મસ્જિદ સ્કૂલના મતદાન બુથ બહાર એજન્ટના મામલે પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મનોજ ઝવેરી સાથે કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલ વચ્ચે ઝપાઝપી થઈ અને કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે અશોભનીય અપશબ્દોનો ઉપયોગ કર્યો છે.
833 ઉમેદવારો મેદાને
રાજ્યના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. 93 બેઠકો માટે કુલ 833 ઉમેદવારો મેદાને ઉતારી ચૂક્યા છે. જેમાંથી 764 પુરૂષ ઉમેદવાર અને 69 મહિલા ઉમેદવાર ચૂંટણીના મેદાને છે.
ADVERTISEMENT
ADVERTISEMENT