સુરતમાં CM ભૂપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ કેમ પદયાત્રા કરશે!, જાણો સમગ્ર આયોજન વિશે
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોજિત હર ઘર તિરંગા અભિયાન માટે સુરતમાં રાજ્યસરકારે પદયાત્રાનું આયોજન કર્યું છે. આમાં ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો…
ADVERTISEMENT
સુરતઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આયોજિત હર ઘર તિરંગા અભિયાન માટે સુરતમાં રાજ્યસરકારે પદયાત્રાનું આયોજન કર્યું છે. આમાં ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભાગ લીધો હતો અને તિરંગા અભિયાનને આગળ વધાર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ પદયાત્રા બે કોલમીટર સુધી એટલે કે પીપલોદના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી પીપલોદના કારગિલ ચોક સુધી આયોજિત કરાઈ હતી. જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષસંઘવી, સી.આર.પાટીલ સહિત દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
હર્ષ સંઘવીએ કહ્યું- અહીં આઝાદી સમય જેવો માહોલ અનુભવ્યો
આ કાર્યક્રમમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે અત્યારે મને દેશમાં એકતાની લહેર જોવા મળી રહી છે. દરેક લોકોનાં હાથમાં તિરંગો જોઈને મને આજે આઝાદી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારપછી હર્ષ સંઘવીએ દરેક ગુજરાતીને આ યાત્રામાં જોડાવા કહ્યું હતું.
અભિયાન અંતર્ગત મહિલાઓને સૌથી વધુ રોજગારી મળી
સુરતમાં તિરંગા બનાવવા 5 કરોડ મીટર કાપડ વપરાયું છે. જ્યારે આ દરમિયાન સૌથી વધુ રોજગારી મહિલાઓને મળી છે. દક્ષિણ ગુજરાતની કાપડની મીલોમાં 10 કરોડ તિરંગા બનાવવામાં આવ્યા છે. આના માટે અંદાજે 5 કરોડ મીટર જેટલું કાપડ વપરાયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આની સાથે જ આ કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ રોજગારી ગુજરાતની મહિલાઓની મળી છે. તો બીજી બાજુ સુરતની મોટાભાગની મીલો અત્યારે સાડીઓ બનાવવાનું છોડી માત્ર તિરંગાઓ જ બનાવી રહી છે.
ADVERTISEMENT
નરેન્દ્ર મોદી- અમિત શાહે ટ્વિટર DP બદલ્યો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે લોકોને વ્હોટ્સએપ DP બદલવાની અપિલ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું હતું કે 2થી 15 ઓગસ્ટ વચ્ચે જો દરેક દેશવાસી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર રાષ્ટ્રધ્વજની તસવીર DP તરીકે મુકવાની અપિલ કરી છે. આવું કરીને ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવવા અપિલ કરી છે.
ADVERTISEMENT