'મારી જગ્યાએ આતિશી...', જેલમાં બંધ અરવિંદ કેજરીવાલે ઉપરાજ્યપાલને લખ્યો પત્ર

ADVERTISEMENT

cm arvind kejriwal letter to delhi lt governor v k saxena
કેજરીવાલનો LGને પત્ર
social share
google news

CM Arvind Kejriwal Letter : કથિત દારૂ કૌભાંડમાં ધરપકડ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જેલમાં બંધ છે. ત્યારે હવે કેજરીવાલે લેફ્ટનન્ટ ગવર્નર (LG) વિનય સક્સેનાને પત્ર લખ્યો છે. અરવિંદ કેજરીવાલે આ પત્રમાં લખ્યું છે કે 15 ઓગસ્ટે કેબિનેટ મંત્રી આતિષી તેમની જગ્યાએ તિરંગો ફરકાવશે. ED કેસમાં વચગાળાના જામીન મેળવનાર કેજરીવાલને તાજેતરમાં હાઈકોર્ટ દ્વારા CBI કેસમાં જામીન આપવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે અને તેમને સ્થાનિક કોર્ટનો સંપર્ક કરવા કહેવામાં આવ્યું છે.

આતિશી હાલમાં કેજરીવાલ સરકારના સૌથી શક્તિશાળી મંત્રી છે. તે શિક્ષણ, વીજળી સહિત 18 વિભાગોનું કામ સંભાળી રહી છે. આતિશીને ડેપ્યુટી સીએમનું પદ આપવામાં આવ્યું નથી, પરંતુ તે તમામ કામ સંભાળી રહી છે જે એક સમયે પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા કરતા હતા. સિસોદિયા જેલમાં હતા ત્યારે રાજીનામું આપ્યા બાદ આતિશીને મંત્રી બનાવવામાં આવ્યા હતા.

હવે, 15 ઓગસ્ટે આતિષીને તિરંગો ફરકાવવાનો અધિકાર આપવામાં આવ્યા બાદ ફરી એકવાર સ્પષ્ટ થઈ ગયું છે કે કેજરીવાલ પછી તેઓ દિલ્હી સરકારમાં સૌથી અગ્રણી છે. આતિશી ઉપરાંત સૌરભ ભારદ્વાજ, કૈલાશ ગેહલોત, ગોપાલ રાય અને ઈમરાન હુસૈન પણ દિલ્હી સરકારમાં મંત્રી છે.

ADVERTISEMENT

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલની 21 માર્ચે કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જેલમાં ગયા પછી પણ કેજરીવાલે પોતાનું પદ છોડ્યું નથી. 'ઓપિનિયન' ટાંકીને તેમણે કહ્યું હતું કે દિલ્હીના લોકોએ તેમને ધરપકડ બાદ પણ રાજીનામું ન આપવા અને જેલમાંથી જ સરકાર ચલાવવા માટે કહ્યું છે. વિપક્ષી પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ કેજરીવાલના રાજીનામાની માંગ કરતા કહ્યું કે દિલ્હીમાં શાસન વ્યવસ્થા સતત બગડી રહી છે અને જનતાને તેની કિંમત ચૂકવવી પડી રહી છે.

સાથે જ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવતા રહેશે. ભાજપે કેજરીવાલને કાવતરાના ભાગરૂપે જેલમાં ધકેલી દીધા છે અને તેઓ રાજીનામું આપીને તેને સફળ થવા દેશે નહીં. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે એલજી વીકે સક્સેના કેજરીવાલના પત્ર પર કેવી પ્રતિક્રિયા આપે છે. દિલ્હી સરકાર અને રાજભવન વચ્ચે ઘણા મુદ્દાઓ પર તણાવ ચાલી રહ્યો છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT