ગુજરાતમાં ફ્રીનું રાજકારણ કેટલું ચાલશે? કોંગ્રેસને જો..અને..તો..ના વચનો પાર પાડશે ખરા!

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભક્તિ રાજગોર/અમદાવાદઃ ગુજરાતમાં ચૂંટણી આવતાની સાથે જ મતદારોને મનાવવાના રાજકીય પાર્ટીઓના અવનવા નુસખાઓ શરૂ થઈ ગયા છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તો મફતની ભેટ આપવાની જાહેરાતો પણ કરી દીધી છે અને તે પણ જો..અને..તો..ના સંદર્ભમાં. હવે કોંગ્રસ છેલ્લા 27 વર્ષથી આ પ્રમાણે વચનો આપી રહી છે. પરંતું ગુજરાતની પ્રજાએ હજુ સુધી તેને સ્વીકાર્યું નથી. ત્યારે ગુજરાતમાં ફ્રીનું રાજકારણ કેટલું ચાલશે તે પણ એક પ્રશ્ન છે..

ભાજપના ગઢમાં શું બીજી પાર્ટી ગાબડુ પાડી શકશે?
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. અને રાજકીય પક્ષો પણ હવે ચૂંટણીના અખાડામાં ઉતરી ચૂક્યા છે. ત્યારે તમામ પાર્ટીઓ વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામતો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે આ વિધાનસભા ચૂંટણી અગાઉ કરતા વધારે રસપ્રદ બની રહે તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. વળી અત્યારે દિગ્ગજ નેતાઓના ગુજરાતમાં આટાફેરા વધી ગયા છે. એવા સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ દર મહિને એકાદ બે વખત ગુજરાત આવે છે અથવા વર્ચ્યુઅલી જોડાઈને ગુજરાતની જનતાને સંબોધતા આવે છે.

આપ પછી કોંગ્રેસ પણ ચૂંટણીના મેદાનમાં સક્રિય…
કોંગ્રેસના દિગ્ગજો પણ હવે ધીરે ધીરે ગુજરાતના પ્રવાસ વધારી રહ્યા છે. તો બીજી બાજુ અરવિંદ કેજરીવેલ મોટા ભાગે દર 10 દિવસે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે આપ અને કોંગ્રેસ દ્વારા જનતાને ફ્રીમાં અનેક વચનો આપવામાં આવી ચુક્યા છે. મહત્ત્વનું છે કે આપની ફ્રીની રેવડીનો મુદ્દો ખૂબ જ ચર્ચામાં રહ્યો છે. કજેરીવાલ ફ્રી વીજળી, ફ્રી એજ્યુકેશન , મોંઘવારી ભથ્થા , ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફ તો મહિલાઓને દર મહિને હજાર રૂપિયા આપવાની વાત કરી ચુક્યા

ADVERTISEMENT

તો કોંગ્રેસ પણ ગુજરાતમાં ખેડુતોનું 3 લાખ રૂપિયા સુધીનું દેવુ માફ અને સાથે જ 10 કલાક વિજળી ફ્રીમાં આપવાની વાત કરે છે. ઉપરાંત પશુપાલકોને દુધમાં લિટર દિઠ 5 રૂપિયાનું બોનસ , ખેતીના સિંચાઈમાં 50 ટકાની રાહત, ખેતીના પાકમાં મથાદિઠ 20 રૂપિયાનું બોનસ આપવાની વાત કરી રહી છે.

ભાજપની યોજનાઓ ગુજરાતમાં કાર્યરત…
બીજી બાજુ ભાજપ દ્વારા પહેલાથી જ ગુજરાતની જનતા માટે અનેક એવી યોજનાઓ ચાલે છે જેમાં લોકોને ઘણી સુવિધાઓ મળી રહી છે. જેમ કે વિધવા મહિલાઓને દર મહિને 1250 રૂપિયા, વિધવા પુનઃ લગ્ન કરે તો 50 હજાર રૂપિયા તો જરૂરિયાતમંદ મહિલાઓને પ્રસુતિ સમયે મમતા કાર્ડ હેઠળ 5 હજારની સહાય અને જરૂરી દવા અને પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. આની સાથો સાથ વિદ્યાર્થીઓને ફ્રીમાં ટેબ્લેટ, અમુક આવક મર્યાદા પર મા અમૃતમ કાર્ડ હેઠળ મેડિકલ સારવાર ફ્રીમાં રાજ્ય સરકાર આપી રહી છે. આમ દરેક રાજકીય પક્ષો ચૂંટણી આવતાની સાથે જ પ્રજાને મસમોટા ફ્રિના વાયદાઓ તો કરે છે પરંતું જનતા તેને કેટલું સ્વિકારે છે તે જોવાનું રહેશે….

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT