Breaking: AAPની ઓફિસ પર પોલીસની રેડ પડી? અમદાવાદ પોલીસે કર્યો મોટો ખુલાસો
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગઈકાલ રાત્રે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દરોડા પડ્યા…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ આરોપ પ્રત્યારોપની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગઈકાલ રાત્રે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર દરોડા પડ્યા હોવાની વાત ફરતી થઈ હતી. ત્યારે આ મામલે અરવિંદ કેજરીવાલ અને ઇસુદાન ગઢવીએ પણ ટ્વિટ કરી પ્રતિક્રિયા આપી હતી. ત્યારે હવે અમદાવાદ પોલીસે પણ આ મામલે ટ્વિટ કરી ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું છે કે, કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.
એક તરફ ચૂંટણી ની નજીક આવી રહી છે અને બીજી તરફ રાજકીય ગતિવિધિઓ તેજ થવા લાગી છે. દેશના દિગ્ગજ નેતાઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે ત્યારે કાલે અરવિંદ કેજરીવાલના ગુજરાતમાં આવતાની સાથે જ આમ આદમી પાર્ટીના કાર્યાલય પર પોલીસે દરોડા પડ્યા હોવાની વિગત સામે આવી હતી. આ અંગે કેજરીવાલે ટ્વિટ કરી કહ્યું કે, ”ગુજરાતની જનતા તરફથી મળી રહેલા અપાર સમર્થનથી ભાજપ ખુબ જ ખરાબ રીતે ગભરાઇ ગઇ છે. આપના પક્ષમાં ગુજરાતમાં આંધી આવી છે. દિલ્હી બાદ હવે ગુજરાતમાં પણ રેડ કલ્ચરની શરૂઆત થઇ ચુકી છે. દિલ્હીમાં કંઇ ન મળ્યું તો ગુજરાતમાં દરોડા પાડ્યા પરંતુ અહીં પણ કઇ જ નહી મળે.અમે કટ્ટર ઇમાનદાર અને કટ્ટર દેશભક્ત છીએ. જ્યારે આ મામલે ઇસુદાન ગઢવીએ ટ્વીટ કરતા લખ્યું કે, કેજરીવાલ અમદાવાદ આવતાની સાથે જ અમદાવાદની આમ આદમી પાર્ટીના અમદાવાદ ઓફીસ પર ગુજરાત પોલીસના દરોડા. બે કલાક સુધી સર્ચ ઓપરેશન ચાલ્યું. પરંતુ કંઇ ન મળતા જતા રહ્યા. ફરી આવશે.”
પોલીસ કર્યો ખુલાસો
જ્યારે આ મામલે ગુજરાત પોલીસ ખુલાસો કરતાં કહ્યું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.
ADVERTISEMENT
ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે.
આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) September 12, 2022
ADVERTISEMENT