ગુજરાત વિધાનસભાને મુસ્લિમ મુક્ત કરવાનું ભાજપનું સપનુ: ધારાસભ્ય ગ્યાસુદીન શેખ
અમદાવાદ: ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી, AIMIM અને ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હવે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાતમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી, AIMIM અને ગુજરાતના પૂર્વમુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ હવે પોતાનો નવો પક્ષ રચી મેદાને ઉતરી ચૂક્યા છે. AIMIMએ ગુજરાતમાં મુસ્લિમ વર્ચસ્વ ધરાવતી બેઠકો પર આગમી વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ સાથે આગમી સમયમાં વધુ બેઠકોની યાદી જાહેર કરશે તેમ જણાવ્યું છે. આ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે AIMIMને ભાજપની B ટીમ કહી છે. આ સાથે આરોપ લગાવ્યો કે ગુજરાત વિધાનસભાને મુસ્લિમ મુક્ત કરવાનું ભાજપનુ સપનુ છે.
કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદીન શેખે ભાજપ અને AIMIM પર શાબ્દિક પ્રહારો કરતાં જણાવ્યું કે, ઉત્તરપ્રદેશ અને પ્રશ્ચિમ બંગાળમાં ભાજપ સાથે મળીને AIMIMએ ચૂંટણીઓ લડી તેનું પરિણામ આપણે જોયું. 124 બેઠકો પશ્ચિમ બંગાળમાં હતી તેમાં તમામ ઉમેદવારોની ડિપોઝિટ ગઈ હતી. ભાજપની B ટીમને સમગ્ર લઘુમતી સમાજ, સેક્યુલર પાર્ટીઓ સમજી ગઈ છે. એટલે ગુજરાતની અંદર તમામ બેઠકો જાહેર કરી છે પણ AIMIM પાસે સક્ષમ ઉમેદવારો નથી કે જેઓ ચૂંટણી લડે. છતાં ભાજપના ઈશારે ખાસ કરીને ત્રણ બેઠકો ટાર્ગેટ કરવામાં આવી છે. જેમાં ગ્યાસુદ્દીન શેખ, પીરઝાદા અને ઈમરાન ખેડાવાલાની બેઠકનો સમાવેશ થાય છે. ગુજરાત વિધાનસભાને મુસ્લિમ મુક્ત કરવાનું ભાજપનું સપનું છે એટલે આવા કાવતરા થઈ રહ્યાં છે.
હવે ભાજપનું ગંગાજળથી શુદ્ધ કરીને ગુજરાત વિધાનસભાને મુસ્લિમ મુક્ત કરવાનું સપનું છે એટલે AIMIMને હથિયાર બનાવી રહી છે. ગુજરાતનો મુસ્લિમ સમાજ AIMIMને જાણે છે તેનો એકપણ ઉમેદવાર 1 હજાર મત ક્રોસ નહીં કરી શકે. જો ચૂંટણી લડવી હોય તો તમામ 182 બેઠકો પર ઉમેદવારો જાહેરા કરવા જોઈએ પણ આ ભાજપનું કાવતરુ છે એટલે માત્ર કોંગ્રેસના અમારા ત્રણ ધારાસભ્યોની બેઠકને જ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે. પણ મુસલિમ મતદારોએ ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળનું ચિત્ર જોયું છે ત્યાં જે રીતે જનતાએ જાકારો આપ્યો હતો. એટલે અહીં તેઓ ભાજપને જ નુકસાન કરશે.
ADVERTISEMENT
બીજા જિન્હાને આ દેશ સ્વીકારશે નહીં
ધારાસભ્ય શેખે મીડિયા પર પણ આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, મીડિયા 2014થી અસદુદીન ઔવેસીને હાઈલાઈટ કરી રહ્યું છે. ઔવેસી સારા વક્તા છે એટલે લોકો જોવા પણ આવે સ્વાભાવિક છે. પણ અમે હિંદુઓ વગર જીતી પણ ન શકીએ અને અમારા સમાજનો વિકાસ પણ ન થઈ શકે. અમારો સમાજ જાણે છે કે હિન્દુ સમાજના ભાઈઓના ખભે-ખભો મિલાવીને મત મળી શકે છે. જો હિન્દુ સમાજે મને સહકાર ન આપ્યો હોત તો દરિયાપુર બેઠક પરથી મારી જીત ન થઈ હોત. મુસ્લિમ મુક્ત કરવાનો ભાજપના સપનાનો AIMIM પ્રયત્ન કરી રહી છે. એટલે તેમને મુસ્લિમ સમાજનો એકપણ મત મળવાનો નથી.
મુસ્લિમ સમાજ તેના વિશે બધું જાણે છે એટલે એમને જીતવાનો સવાલ જ નથી. ભાજપની રાજનીતિ ખુબ લાંબી નથી ચાલવાની. બીજા જિન્હાને આ દેશ સ્વીકારશે નહીં. મુસ્લિમ સમાજ સ્વીકારશે નહીં, સમાજ જાકારો આપશે.કારણ કે તેમને ઉમેદવારો જ નહીં મળે અને સમાજ જાણે છે કે આ લોકો જીતવા માટે નથી આવતા.
ADVERTISEMENT
ADVERTISEMENT