BJP એ ખેલ્યો મોટો દાવ, ડાંગના આદિવાસી રાજાને મનાવવામાં પ્રભારી મંત્રી નરેશ પટેલ સફળ

ADVERTISEMENT

aadivasi state
aadivasi state
social share
google news

રોનક જાની, ડાંગ: ગુજરાતની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય રિસામણા મનામણાં શરૂ થઈ ચૂક્યા છે. ભાજપે આદિવાસી સમાજના રાજાને માનાવવા ભાજપ સફળ રહ્યું છે. મનામણાં ડાંગ જિલ્લાના રાજકારણમાં ભાજપ ફરી મજબૂત સ્થિતિમાં આવ્યું, આદિવાસી જિલ્લા એવા ડાંગના મોભી ગણાતા એવા ડાંગના પાંચ રાજાઓ પૈકી ના સૌથી વરિષ્ઠ વાસુરણા સ્ટેટના ના ‘રાજા’ ધરાજસિંહ સૂર્યવંશી ભાજપથી નારાજ ચાલતા હતા. પાર્ટીમાં યોગ્ય સન્માન ન મળતું હોવાના કારણે તેઓએ અગાઉ ભાજપમાંથી નિષ્ક્રિય રહેવાનું કહેતા રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. જોકે પોતાના નારાજ કાર્યકરોને મનાવવામાં ભાજપ ક્યારેય પાછળ રહ્યું નથી ત્યારે ફરી એકવાર ડાંગ જિલ્લા પ્રભારી એવા મંત્રી નરેશ પટેલે નારાજ રાજાને મનાવી લીધા છે ને તેમને ભાજપનો ખેશ પહેરાવી વિધિવત ભાજપમાં સન્માન સાથે સ્થાન આપવામાં આવ્યું છે. વાસુરણા સ્ટેટના રાજાને માનવી ભાજપે રાજકીય સમીકરણ ફેરવ્યું છે.

ભાજપ નુકશાની માંથી બચ્યું
ડાંગ જિલ્લાના મોભી એવા આદિવાસી સમાજના અગ્રણી “રાજા ધનરાજસિંહ સૂર્યવંશી” એ સુરત ખાતે આપ નો ખેસ પહેરી ભાજપને મોટો ઝટકો આપ્યો હતો. ભાજપના સક્રિય કાર્યકર તરીકે રહીને વિધાનસભા, લોકસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને જીત આપવામાં મહત્વની ભૂમિકામાં રહ્યા બાદ, ધનરાજસિંહ સૂર્યવંશી આપમાં જોડાય તો ભાજપને મોટું નુકસાન થઈ શકે એમ હોય મંત્રી નરેશ પટેલે નારાજ ચાલતા રાજાને ફરી સક્રિય બનાવ્યા છે.

નારાજગીનું કારણ યોગ્ય સન્માન
ડાંગના રાજા તરીકે આદિવાસી સમાજમાં આગવું સ્થાન ધરાવતા રાજા પોતે સરકારી સરકારી કાર્યક્રમો અને પાર્ટીના કાર્યકમોમાં યોગ્ય માન જળવાતું ન હોવાનું માની રાજકીય સન્યાસ લેવાની જાહેરાત કરી હતી. હવે રાજાને મનાવવામાં સફળ રહેતા ભાજપ થોડી મજબુત  સ્થિતમાં આવશે

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT