લુણાવાડામાં ભાજપની હારમાં જવાબદાર ભાજપ? નેતાઓની વિવાદિત ભૂમિકાને લઈને સોશિયલ મીડિયા ઉભરાયું

ADVERTISEMENT

gujarattak
social share
google news
વીરેન જોશી, મહીસાગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અનેક નવા સમીકરણો તૈયાર થાય હતા. રાજકીય વિશ્લેષકોના અંદાજાઑ ખોટા સાબિત થયા. રાજ્યમાં ભાજપને પ્રચંડ સમર્થન મળ્યું અને ગુજરાતના ઇતિહાસની સૌથી મોટી જીત હાંસલ કરી. પરંતુ રાજ્યમાં ઐતિહાસિક જીત બાદ લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકની હાર થઈ છે. આ હારનું કારણ ભાજપ જ છે. હાર પાછળ સોશિયલ મીડિયામાં રાજકીય વિશ્લેષકોની સંખ્યા વધી છે અને  વર્ષો બાદ  ભાજપને મળેલ લુણાવાડા બેઠક ભાજપ ગુમાવતા સોશ્યલ મીડિયા પર ભાજપના સમર્થકો રોષ ઠાલવી રહ્યા છે . ભાજપ પક્ષમાંથી બળવો કરનાર અપક્ષ ઉમેદવાર જે પી પટેલ,પંચમહાલ સાંસદ અને તેમના ખાસ લોકોની ભૂમિકાને લઈને કરાઈ રહી પોસ્ટ વાઇરલ થઈ રહી છે.
લુણાવાડા બેઠક પર ભાજપના જીગ્નેશ સેવકની હારનું કારણ આંતરિક વિખવાદ અને ભાજપના જ નેતાઓ માનવામાં આવી રહ્યા છે. જે પી પટેલ  તેમજ સમસ્ત લુણાવાડા પટેલ સમાજના રાજકીય મર્ડરનું સટિક એનાલીસિસના નામે ફરતી થયેલ પોસ્ટ ચર્ચાનો વિષય બની છે.  ભાજપ પક્ષ દ્વારા પણ અનેક લોકોને પક્ષ વિરોધી પ્રવુત્તિ બદલ  સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  ભાજપની હાર બાદ અનેક લોકો સોશિયલ મિડીયામાં કાઢી રહ્યા છે આક્રોશથી રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. નોંધનીય છે કે મહીસાગર અને જૂનો પંચમહાલ જિલ્લામાં ભાજપમાંથી જિલ્લા પ્રમુખ રહી ચૂકેલા ભાજપના જે પી પટેલને લુણાવાડા બેઠક માટે ટિકિટ ન મળતા જે પી પટેલે ભાજપ પક્ષ છોડી અપક્ષ ઉમેદવારી કરતા લુણાવાડા બેઠક પર ભાજપના ઉમેદવાર જીજ્ઞેશ સેવકની હાર થઈ છે
જીત ન પચાવી શકી ભાજપ
લુણાવાડા બેઠક 2002માં ભાજપ જીત્યા બાદ 2007 અને 2012 માં કૉંગ્રેસ તેમજ 2017 માં કૉંગ્રેસમાંથી ટિકિટ ન મળતા નારાજ થઈ અપક્ષ ઉમેદવારી કરનાર રતનસિંહ રાઠોડ જીત્યા હતા અને તેઓ ભાજપમાં જોડાયા હતા અને ત્યારબાદ 2019ની  લોકસભાની ચૂંટણીમાં પંચમહાલ  બેઠક માટે ભાજપના ઉમેદવાર બનતા અને લોકસભા બેઠક જીતતા લુણાવાડા વિધાનસભા બેઠક પર 2019 ની પેટા ચૂંટણીમાં ભાજપના જીજ્ઞેશ સેવકનો વિજય થયો હતો એટલે કે 2002 બાદ 2019 માં ભાજપને લુણાવાડા બેઠક પર જીતનો સ્વાદ ચાખવા મળ્યો હતો પરંતુ તે સ્વાદ બહુ લાંબો ટક્યો નહિ અને ફરી 2022 માં લુણાવાડા બેઠક ભાજપના આંતરિક વિખવાદ ને કારણે ગુમાવી પડી અને આ બેઠક પર કૉંગ્રેસના ગુલાબ સિંહ ચૌહાણનો 26620 મતે ભવ્ય વિજય થયો છે અને ફરી એકવાર આ બેઠક કૉંગ્રેસ પાસે પાછી આવી ગઈ છે
 સોશ્યલ મીડિયા પર પોસ્ટ વાયરલ
જ્યારે સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભવ્ય વિજય થયો હોય અને 156 બેઠક જીતી હોય ત્યારે સ્વભાવિક છે કે લુણાવાડા બેઠક ભાજપને આંતરિક વિખવાદ ના કારણે ગુમાવવાનો વારો આવતા લુણાવાડા બેઠક જેમના લીધે ગુમાવી પડી છે તેવા મોટા નેતાઓ અને અન્ય નેતાઓ તેમજ જે પી પટેલ વિરુદ્ધ  સોશ્યલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરી બળાપો કાઢી રહ્યા છે .
ભાજપે સસ્પેન્ડનું હથિયાર ઊગામ્યું
લુણાવાડા બેઠક માટે તેમજ સમગ્ર જિલ્લામાં પક્ષ વિરુદ્ધ કામ કર્યું હોય તેવા ભાજપના 46 જેટલા કાર્યકરોને પાર્ટીમાંથી સસ્પેન્ડ પણ કરી આવા બગવાત કરનાર કાર્યકરો માટે ભાજપ દ્વારા સફાઈ અભિયાન પણ શરૂ કરી દીધું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT