BJPએ અચાનક બે મંત્રીઓ પાસેથી ખાતા કેમ પાછા લઈ લીધા? Congressએ કર્યો મોટો ઘટસ્ફોટ

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ગઈકાલે ભુપેન્દ્ર પટેલ સરકાર દ્વારા ખુબ જ આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો હતો. અગાઉ આખે આખુ મંત્રીમંડળ ફેરવીને ગુજરાત સહિત સમગ્ર દેશને ચોંકાવી દેનાર ભાજપે મહેસુલ અને કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું રાજીનામું માંગી લીધું હોવાનો ગણગણાટ વહેતો થયો હતો. જ્યારે માર્ગ અને મકાનવિભાગના મંત્રી પુર્ણેશ મોદીને પણ રાજીનામું સોંપી દેવા માટે જણાવી દેવાયું હતું. ત્યારે કોંગ્રેસ દ્વારા આ મામલે એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મહેસુલ મંત્રીના હાથમાં કેટલાક નેતાઓના કાચા ચીઠ્ઠા હાથમાં આવી જતા તેમને હટાવી દેવાયા.

બે મંત્રીઓને હટાવી દેવાતા કોંગ્રેસના ભાજપ પર પ્રહાર
ખેડામાં 700થી વધુ જુદા જુદા સર્વે નંબર, આટા પાટા ખુલ્લી પાડી દીધા. મહેસુલ વિભાગ ભ્રષ્ટાચારનું એપીસેન્ટર છે. તેમાં ભાજપના કેન્દ્રિય મંત્રી, વરિષ્ઠ મંત્રીના કાચા ચીઠ્ઠા મહેસુલ મંત્રીના હાથમાં આવી જતા તેમને હટાવી દેવાયા. પુર્ણેશ ભાઈ જેમને પોતાની એપ જાહેર કરી, એક્ટ ઓફ ગોડ કિધું તેમને હટાવી દેવાયા. કોંગ્રેસનો સવાલ છે કે, જો સરકારમાં ચેક પોસ્ટ અને ટેન્ડર સુધીનો ભ્રષ્ટાચાર હોય તો મત્રીમંડળમાં કેમ ચાલું રાખ્યું. 30 હજાર ચો.મીટર સરકારી જમીન બારોબાર કોના ખાતામાં થઈ ગઈ, કોના સર્વે નંબર બારોબાર કોના નામે ચડી ગયા. દલિત સમાજની જમીનો કોના નામે બારોબાર થઈ ગઈ?

ADVERTISEMENT

ભાજપે મંત્રીઓને હટાવવા પાછળનું કારણ જનતાને આપવું જોઈએ
તેમણે વધુમાં કહ્યું, મારી પાસે માહિતી છે તે મુજબ ભાજપના નેતાઓનો મોટો ભ્રષ્ટાચાર ખુલ્લો પડે તેમ હતો. જો ખરેખર ભ્રષ્ટાચારના કારણે આવું કર્યું હોય અને રાજેન્દ્રભાઈ પાસેથી મહેસુલ ખાતુ છીનવી લેવાયું તો તેઓ સાચા હતા કે ખોટા તે જનતા જાણવા માગે છે. જનતાની જમીન છે કોના ખાતે રહી ગઈ અને કોના ખાતે ચઢી ગઈ. અમે માંગ કરીએ છીએ કે મહેસુલ વિભાગના મંત્રીને હટાવવા માટે જવાબદાર જે સર્વે નંબર હતા અને જે ખોટા ખેડૂતની યાદી હતી તે સામે આવવી જોઈએ.

    follow whatsapp

    ADVERTISEMENT