ભાજપવાળા પૈસા આપીને લોકો લાવે છે, અમારે ત્યાં લોકો સ્વૈચ્છિક કામ કરે છે: ગોપાલ ઈટાલિયા
GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં ગોપાલ ઇટલીયાએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને સાંસદ સભ્યને પ્લેનમાં ટ્રેનના ભાડામાં મુસાફરી…
ADVERTISEMENT
GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inના લોન્ચિગ કાર્યક્રમમાં ગોપાલ ઇટલીયાએ જણાવ્યું હતું કે, ધારાસભ્ય અને સાંસદ સભ્યને પ્લેનમાં ટ્રેનના ભાડામાં મુસાફરી કરે તો લોકોને કેમ નહીં? ગુજરાતના તમામ ધારાસભ્યોને અનલિમિટેડ મેડિકલ સહાય મળે છે ત્યારે AAP પણ જનતાને ફ્રી મેડિકલ વ્યવસ્થા આપવાનું કહે છે. દરેક ધારાસભ્ય અને સાંસદ સભ્યને 1 બિલિંગ સાયકલમાં 4000 યુનિટ વીજળી મફત મળે છે.ત્યારે જનતાને પણ મળવું જોઈએ.
300 યૂનિટ મફત વીજળી મળવીએ જનતાનો અધિકાર
સી.આર.પાટીલના ફ્રી વીજળી આપતા શ્રીલંકા જેવી સ્થિતિ સર્જાયએ નિવેદન અંગે ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું કે. સી.આર.પાટીલે સાંસદને લખીને આપવું જોઈએ કે મારો પગાર હું જમા કરાવી દઉં છું. અમારી પાર્ટી એમ માને છે 300 યૂનિટ મફત વીજળી મળવીએ જનતાનો અધિકાર છે જે અમે આપીશું. સૌથી પહેલા પાટિલે પોતાનો પગાર છોડવો જોઈએ. તેમણે મળે તો હાલત શ્રીલંકા જેવી નથી થતી પરતું તેમને મત આપનાર જનતાને મફતમાં મળે તો હાલત શ્રીલંકા જેવી થાય છે.
સંગઠન નિર્માણનું કાર્ય શરૂ છે
બંને પક્ષની સાપેક્ષે આપના સંગઠન અંગે પૂછતાં કહ્યું ઇટલીયાએ કહ્યું કે, અમારું સંગઠન નિર્માણનું કાર્ય શરૂ છે. ત્રણ તબક્કામાં હોદેદારોની નિમણૂક કરી છે. હજુ કામગીરી શરૂ થઈ રહી છે. લઠ્ઠાકાંડ બાબતે સૌથી પહેલા આમ આદમી પાર્ટીએ વિરોધ પ્રદર્શન કર્યું. બોટાદમાં 1000 જેટલા લોકો સાથે વિરોધ પ્રદર્શન અમે કર્યું. મારા પેજ અને પાર્ટીના વેરીફાઇડ પેજ પર બધુ મૂક્યું છે.
ADVERTISEMENT
ગુલાબસિંહ યાદવને પ્રભારીપદથી હટાવી ચૂંટણી ઇન્ચાર્જ બનાવવા અંગે પૂછતાં ઇટાલિયાએ જણાવ્યું કે, પાર્ટીમાં નિર્ણય ખૂબ જ ડાયનામીક હોય છે. નિર્ણય સતત અપડેટ થતાં હોય છે. નિર્ણયમાં સુધારો કરવામાં આવતો હોય છે. આ સતત ચાલતી પ્રક્રિયા છે. આ કોઇની કામગીરીની વાત નથી. આવતીકાલે હું પણ પ્રમુખ ન હોવ. એટલે મારુ કામ ખરાબ અને આવનારનું કામ સારું હોય તેવું નથી હોતું. આ એક પ્રોસેસ છે. આરોપ તો લાગ્યા કરે. ગુલાબસિંહ ને પ્રભારી બનાવ્યા કે ના બનાવ્યા એનાથી જનતાને શું છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT