ગોંડલ બેઠક પરથી ભાજપના સાંસદે આ ઉમેદવારને ટિકિટ આપવા કહ્યું…
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીનો જ સમય બાકી છે. આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારની યાદી પણ જાહેર કરી દીધી છે. આ દરમિયાન હવે…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે ગણતરીનો જ સમય બાકી છે. આમ આદમી પાર્ટીએ 29 ઉમેદવારની યાદી પણ જાહેર કરી દીધી છે. આ દરમિયાન હવે કોંગ્રેસ પણ ટૂંક સમયમાં પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરશે. ભાજપ દ્વારા હજુ સુધી ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. ત્યારે ગોંડલ બેઠકને લઈને પોરબંદરના સાંસદ રમેશ ધડુકે મહત્વનનું નિવેદન આપ્યું છે.
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સાંસદ રમેશ ધડુકને ગોંડલના ઉમેદવાર અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ગોંડલ બેઠક પરથી જયરાસિંહ જાડેજા અને રીબડાના અનિરૂધ્ધસિંહ જાડેજામાંથી કોને ટિકિટ આપવામાં આવશે? ત્યારે તેમણે જણાવ્યું હતું કે, કોને ટિકિટ આપવાની અને કોને નહીં એ પાર્ટી નક્કી કરશે, સમય આવવા દો. અંતમાં તેમણે જતા જતા જણાવ્યું હતું કે, ગોંડલમાં જયરાજસિંહ જાડેજાના પરિવારને ટિકિટ આપવામાં આવશે.
ચૂંટણીની તૈયારી શરૂ
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગોંડલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે લગભગ જયરજસિંહ જાડેજા તથા તેમના પરિવારને ટિકિટ ફાળવવમાં આવશે તે લગભગ નક્કી થઈ ગયું છે તેમ લાગી રહ્યું છે. ત્યારે બીજીતરફ અનિરૂધ્ધસિંહ જાડેજા ટિકિટ માટે લડી લેવાના મૂડમાં છે. આ દરમિયાન હવે વિધાનસભા વિસ્તારમાં બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે. ગોંડલ શહેર-તાલુકા કડવા પાટીદાર સમાજની બેઠકમાં ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ અનિરૂધ્ધસિંહ જાડેજા પર આકરા પ્રહાર કર્યા હતા. કહ્યું હતું કે, રીબડાની અંદર જમીન કેવી રીતે વેચાય છે તે બધાને ખબર છે.
ADVERTISEMENT
અનિરુદ્ધસિંહ પર લગાવ્યા આરોપ
વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ ટિકિટ માટે લોબીગ શરૂ થઈ ચૂકી છે. એક જાહેવર કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય જયરાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, એક પણ શબ્દ ઘસાતો બોલવાનો મને અધિકાર નથી. પણ મિત્રો મારે દુઃખ સાથે એટલે કહેવું છે રાજકારણમાં કોઈ કોઈના કાયમી મિત્રો નથી હોતા અને કોઈ કોઈના કાયમી દુશ્મન નથી હોતા. અત્યારથી ગોંડલમાં બધી પ્લાનિંગની શરૂ થઈ ગઈ છે, જેમકે માર્કેટિંગ યાર્ડના ચેરમેન કોણ?, નગરપાલિકાના પ્રમુખ કોણ?, તાલુકા પંચાયતની કમાન કોને સોંપીશું, નાગરિક બેંક હવે કોને દઈશું. મને જે વાત મળે છે તે હું તમારી સમક્ષ મૂકુ છું કે અનિરૂધ્ધસિંહ જાડેજાના સુપુત્ર રાજદીપભાઈ અત્યારથી ધારાસભ્ય બની ગયા છે. અનિરૂધ્ધસિંહનું એવું કહે છે કે, યાર્ડનું રક્ષણ તો હું કરીશ. આમાં બે વસ્તુ ક્યાંય ભેગી નથી થતી. તમારે દૂધની ભલામણ કરવી હોય તો બિલાડીને દૂર રાખવી પડે. તમારો લોકર રૂમ હોય તો એને સ્ટોગ રાખવો પડે. લોકર રૂમના દરવાજા આગળ ગનમેન રાખવો પડે. ચોરને આ જવાબદારી ન સોંપાય. રીબડામાં જતા હશે એ બધાને ખબર છે કે રીબડાની અંદર જમીન કેવી રીતે વેચાય છે.
આમ ચૂંટણી નજીક આવતાની સાથે જ આરોપ પ્રત્યારોપની રાજનીતિ શરૂ થઈ ચૂકી છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે ગોંડલ બેઠક પર ભાજપ કોને ઉતારશે મેદાને, સાંસદ રમેશ ધડૂકે તો જેરાજસિંહ તરફ ઈશારો કરી દીધો છે ત્યારે હવે ભાજપ શું નિર્ણય કરે છે તે જોવાનું રહ્યું
ADVERTISEMENT
ADVERTISEMENT