ભાજપ આ નેતાઓની કપાઈ શકે છે ટિકિટ, આ મંત્રીઓને ઘરે બેસવાનો વારો આવી શકે છે
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભાજપ આજે પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી શકે છે. ત્યારે ગુજરાતને પોલિટિકલ પ્રયોગશાળા માનવામાં…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ભાજપ આજે પોતાના ઉમેદવારોની સત્તાવાર જાહેરાત કરી શકે છે. ત્યારે ગુજરાતને પોલિટિકલ પ્રયોગશાળા માનવામાં આવે છે ત્યારે ભાજપ આજે આ દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી શકે છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ દરમિયાન ભાજપ આકરા નિર્ણય લેવા માટે જાણીતું છે. તત્કાલીન મુખ્યમણત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાત તેમના મંત્રીમંડળના એક પણ મંત્રીને ફરી સ્થાન આપવામાં આવ્યું ન હતું ત્યારે હવે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત નેતાઓએ ગઈ કાલે રાત્રે ચૂંટણી ન લડવા જાહેરાત કરી છે. ત્યારે હવે ભાજપ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના નેતાઓની ટિકિટ કાપી શકે છે.
- સોમનાથ બેઠક પરથી જસાભાઈ બારડનું પત્તું કપાઈ શકે છે, જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી
- મોરબી બેઠક પરથી રાજ્યમંત્રી બ્રિજેશ મેરજાની ટિકિટ કપાઈ શકે છે, પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી
- નવસારી બેઠક પરથી ધારાસભ્ય પિયુષ દેસાઇની ટિકિટ કપાઈ શકે છે, નવા ચહેરા તરીકે રાકેશ દેસાઇને ફોર્મ ભરવા સૂચના આપવામાં આવી
- ભુજ બેઠક પરથી વિધાનસભા અધ્યક્ષ નિમાબેન આચાર્યની ટિકિટ કપાઈ શકે છે.
- જામનગર દક્ષિણ બેઠક પરથી પૂર્વ મંત્રી હકુભા જાડેજાનું પત્તું કપાઈ શકે છે, રિવાબા જાડેજાને આપી શકે છે ટિકિટ
ADVERTISEMENT
ADVERTISEMENT