'હું ટોલટેક્સ બચાવવા મારી કાર પર ભૂતપૂર્વ મંત્રી નથી લખતો' જવાહર ચાવડાએ માર્યો ટોણો
Jawahar Chavda letter: ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે ટોલટેક્સ મુદ્દે ફરી સરકારથી નારાજગી વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
Jawahar Chavda letter: ભાજપના પૂર્વ મંત્રી જવાહર ચાવડા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે. તેમણે ટોલટેક્સ મુદ્દે ફરી સરકારથી નારાજગી વ્યક્ત કરી છે. હવે ટોલ ટેક્સ મામલે જવાહર ચાવડાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ધગધગતો પત્ર લખ્યો છે. તેમણે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને ટોલટેક્સને લઈને ફરિયાદ કરી છે.
ટોલટેક્સનો અન્યાસ સહન કરી રહ્યા છે લોકોઃ જવાહર ચાવડા
તેમણે કહ્યું છે કે જૂનાગઢ-પોરબંદરના મતદારો ટોલટેક્સનો અન્યાસ સહન કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે. ટોલટેક્સને લઈને સ્થાનિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે. આ સાથે જ તેમણે ટોણો મારતા કહ્યું કે, 'હું ટોલટેક્સ બચાવવા માટે મારી કાર પર ભૂતપૂર્વ મંત્રી કે ધારાસભ્યો લખતો નથી. હું તમામ ટોલટેક્સ પર ટેક્સ ભરું છું.'
શું લખ્યું પત્રમાં?
જવાહર ચાવડાએ પત્રમાં જણાવ્યું કે, આપના માટે અમારો આ વિસ્તાર સાવ નવો જ છે એટલે સ્વાભવિક છે કે વિસ્તારના પ્રશ્નોથી તો આપ તદ્દન અજાણ જ હો. આથી જ આપને અમારા વિસ્તારની સમસ્યાઓથી માહીતગાર કરી સત્વરે વિસ્તારને થતા અન્યાય ને દુર કરવાની રજૂઆત છે.
ADVERTISEMENT
'રજૂઆત કરવા જતી વખતે ભરવો પડે છે ટેક્સ'
આપને જાણીને આઘાત અને આશ્ચર્ય થશે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં માત્ર આપના જ મતક્ષેત્રના એટલે કે પોરબંદર અને જુનાગઢ લોકસભાના વિસ્તારના લોકો જ્યારે પોતાની રજૂઆત તાલુકા, જિલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જાય ત્યારે સહુને અસહ્ય ટોલટેક્સ ભરવો પડે છે જે સરાસર અન્યાય છે. આપ પણ સંમત થશો કે સૌરાષ્ટ્રના અન્ય લોકસભા વિસ્તારના લોકો જેમ કે જામનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાના મતદારોને પોતાની રજૂઆત તાલુકા, જીલ્લા કે રાજ્ય કક્ષાએ કરવા જતી વેળાએ આ ટોલટેક્સનો માર પડતો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર દ્વારા જૂનાગઢ લોકસભા અને પોરબંદર લોકસભાના લોકોને રોડ ટોલટેક્સમાં થતા અન્યાય બાબતે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી @mansukhmandviya અને સાંસદ શ્રી @rajeshchudasma ને રજૂઆત. pic.twitter.com/Me96RxRXAk
— Jawahar Chavda (@jawaharpchavda) August 3, 2024
'કેન્દ્ર સરકાર કરી રહી છે ઓરમાયું વર્તન'
તેમણે લખ્યું છે કે, દુઃખની વાત એ છે કે આ ઓરમાયુ વર્તન અને અન્યાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને આપ તો ત્યાંજ હોદા પર છો. આ સંજોગોમાં સમસ્યાનો હલ તુરંત કરવા આપ સમર્થ છો. હાલ સ્થાનિક લોકોમાં આ સમસ્યાને લઇને અત્યંત રોષ અને પીડા જોઈને આપનું આ મુદ્દા પરત્વે ધ્યાન દોરવા પ્રેરાયો છું.આપના વિસ્તારનો એક સામાન્ય નાગરિક રોજબરોજ પોતાની સમસ્યાઓની રજૂઆત કરવા જેવી પાયાની બાબતો માટે પણ કેટલો અન્યાય ટોલટેક્સના સ્વરૂપમાં સહન કરે છે. એ આપ આ આંકડા પરથી સમજી શકશો તેવું જવાહર ચાવડાએ પત્રમાં લખ્યું છે.
ઈનપુટઃ ભાર્ગવી જોશી, જૂનાગઢ
ADVERTISEMENT