ગુજરાતમાં AAPનો પ્રભાવ વધતા ભાજપ ડરી ગયું છે, એટલે તપાસ ચાલુ કરાવી: ઈસુદાન

ADVERTISEMENT

gujarattak
social share
google news

*અમદાવાદ: દિલ્હીના ડેપ્યુટી સી.એમ. મનીષ સિસોદીયાના ઘરે આજે સવારે CBIની રેડ પડી હતી. આમ આદમી પાર્ટી આને બદલાની ભાવનાથી કરાવેલી કાર્યવાહી ગણાવી રહી છે અને સીધો સીધો આરોપ કેન્દ્ર સરકાર પર લગાવી રહી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ પણ ભાજપ પર પ્રહાર કર્યા છે.

”AAPથી ભાજપ ડરી ગયું એટલે તપાસ ચાલુ કરાવી”
ઈસુદાન ગઢવીએ કહ્યું કે, દુનિયામાં શિક્ષા મોડેલને પહોંચાડનાર મનીષજીને ત્યાં CBIની તપાસ સૂચવે છે કે આમ આદમીના ગુજરાતમાં વધતા પ્રભાવથી ભાજપ એટલું ડરી ગયું છે. જેને કારણે ભાજપે ફરી CBI તપાસો ચાલુ કરાવી છે. આ પહેલા પણ મનીષજી અને અરવિંદજીના ઘરે તપાસ કરાવી હતી. કશું ના મળ્યું! હવે પણ નહીં મળે! ગુજરાતમાં 20 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું કોઈ CBI કે EDની તપાસ ના થઇ!

”ગુજરાતના બાળકો આગળ ન આવી શકે તે માટેની આ ચાલ”
તેમણે વધુમાં કહ્યું, લઠ્ઠાકાંડમાં 75થી વધુનાં મોત થયા કોઈ CBI ના આવી અને મનીષજીએ દિલ્લીના બાળકોનું ભવિષ્ય સુધાર્યું અને હવે પંજાબમાં પણ શિક્ષણ સુધારી રહ્યા છે અને આવનારા સમયમાં ગુજરાતમાં પણ શિક્ષણ સુધારી બાળકોને અમીર બનાવવાનું સપનું રોળાઈ જાય અને ગુજરાતના બાળકો આગળ ના વધી શકે એ માટે ભાજપે આ ચાલ ચાલી છે! ગુજરાતની જનતા એનો જવાબ આપશે!

ADVERTISEMENT

મનીષ સિસોદીયાના ઘરે પડી CBIની રેડ
નોંધનીય છે કે, આજે સવારે જ મનીષ સિસોદીયાના ઘરે CBIની રેડ પડી હતી. જે બાદ તેમણે ટ્વીટ કરીને આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે, CBI આવી છે, એનું હું સ્વાગત કરુ છું. અમે કટ્ટર ઈમાનદાર લોકો છીએ, લાખો બાળકોના ભવિષ્યનું નિર્માણ કરીએ છીએ. તેવામાં આ ઘણું દુર્ભાગ્યપુર્ણ છે કે અમારા જેવા સારા કાર્યો કરતા લોકોને જ હેરાન કરવામાં આવે છે. આના કારણે જ ભારત દેશ નંબર-1 બની શક્યો નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT