ભાજપનો ચૂંટણી સંગ્રામ જોરશોરથી શરૂ, પ્રભારી ભૂપેન્દ્ર યાદવે હોદ્દેદારો સાથે યોજી ખાસ બેઠક
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે કમરકસી લીધી છે. અત્યારે આમ આદમી પાર્ટીની તડામાર તૈયારીઓની સાથે ભાજપે પણ પોતાનો એક્શન પ્લાન બનાવી લીધો છે. આ…
ADVERTISEMENT
ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપે કમરકસી લીધી છે. અત્યારે આમ આદમી પાર્ટીની તડામાર તૈયારીઓની સાથે ભાજપે પણ પોતાનો એક્શન પ્લાન બનાવી લીધો છે. આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ ગુજરાતના રાજકારણ પર ચાપતી નજર રાખી બેઠા છે. તેવામાં હવે ભાજપના કેન્દ્રિય મંત્રી તથા પ્રભારી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત પ્રવાસે આવ્યા છે. અહીં તેમણે વ્યૂહરચનાથી લઈને કાર્યકર્તાઓ અને લીડરો સાથે ખાસ બેઠક કરી હતી. છેલ્લા કેટલાક સમય પહેલા જ બે સિનિયર નેતાઓ પાસેથી પોતાના ખાતાઓ લઈ લેવાયા હતા. તેવામાં આવા રાજકીય ઘમાસાણ પછી હવે યાદવની મુલાકાત રાજકારણમાં ગરમાવો લાવે તેવું લાગે છે.
CR પાટીલ સહિત હર્ષ સંઘવી સાથે મુલાકાત કરશે…
કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગુજરાત પ્રવાસ પર સી.આર.પાટીલ અને ગૃહરાજ્ય મંત્રી હર્ષસંઘવી સાથે મુલાકાત કરી શકે છે. આ દરમિયાન તેઓ કોર કમિટિના બેઠકો સાથે ચર્ચા કરીશે. નોંધનીય છે કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ ભૂપેન્દ્ર યાદવ પ્રભારી હતી અને તેમણે આખો ચૂંટણીલક્ષી મોરચો સંભાળ્યો હતો. આ પ્રવાસમાં તેઓ મહાનગરો તથા જિલ્લાઓના વિવિધ સેલના અધ્યક્ષો સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી તૈયારીઓને ઓપ આપશે.
ભાજપ નવી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરશે
ગુજરાત રાજ્યની સ્થિતિને જોતા આ વખતે ભાજપ અને કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાનમાં ઉતરી ગઈ છે. તેવામાં હવે 2022ની ચૂંટણીને પહેલાની જેમ ઐતિહાસિક રીતે જીતવા માટે ભાજપે નવી થિયરી થતા પ્લાન પણ ઉમેરવા પડી શકે છે. આ રણનીતિને ઘડવા માટે જ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અત્યારે ગુજરાત પ્રવાસ પર આવ્યા છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ લઈને આગામી નીતિ ઘડશે. હવે આ બધા વચ્ચે કઈ નવી જાહેરાત થાય તો એમા ચોંકી જવાની જરૂર નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT