બિહારમાં ભાજપ-JDU ગઠબંધન તુટ્યું, નવી સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : બિહારમાં હાલમાં મોટા પાયે રાજનીતિક ઉથલપાથલ ચાલી રહી છે. બિહારમાં ફરી એકવાર મોટુ રાજકીય પરિવર્તન થવા જઇ રહ્યું છે. મુખ્યમંત્રી નીતીશ કુમાર હવે ભાજપનો સાથ છોડીને ફરી એકવાર RJD સાથે સરકાર બનાવવાની તૈયારીમાં છે. ભાજપને ઝટકો આપવાની સંપુર્ણ સ્ક્રિપ્ટ લખાઇ ચુકી છે હવે માત્ર પાત્ર ભજવાઇ રહ્યા છે.

નીતિશ કુમારે કહ્યું ભાજપે અમારો ડગલેને પગલે છેતર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે, નીતિશ કુમારે રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામુ સોંપી દીધું છે. નીતીશે રાજ્યપાલ ફાગુસિંહને પોતાનું રાજીનામુ સોંપ્યું છે. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ નીતીશ કુમારે કહ્યું કે, અમે એનડીએ પણ છોડી દીધું છે. નીતીશે આ ઉપરાંત સરકાર બનાવવાનો દાવો પણ રજુ કર્યો છે. તેમણે રાજ્યપાલને 160 ધારાસભ્યોના સમર્થનનો પત્ર સોંપી દીધો છે. રાજભવનની બહાર પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, તમામ ધારાસભ્યો અને સાંસદોએ એક સાથે એનડીએ ગઠબંધનમાંથી બહાર આવવાનું સૂચન કર્યું હતું. ત્યાર બાદ મે રાજીનામું આપ્યું છે. બિહારમાં 5 વર્ષ બાદ નીતીશ કુમારની પાર્ટી JDU અને BJP વચ્ચેનું ગઠબંધન તુટ્યું છે.

બિહારમાં લાંબા સમયથી રાજકીય ટેંશન ચાલી રહ્યું હતું
બિહારમાં 5 વર્ષ બાદ નીતીશ કુમારની પાર્ટી JDU અને BJP વચ્ચેનું ગઠબંધન તુટી ચુક્યું છે. નીતીશ કુમાર રાજ્યપાલ ફાગુ સિંહને મળવા રાજભવન પહોંચ્યા હતા. ​જેડીયુની બેઠકમાં નીતિશ કુમારે ગઠબંધન તોડવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ભાજપે હંમેશા અમને નબળા પાડવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે મારું અપમાન કર્યું છે. 2013થી અત્યાર સુધી ભાજપે માત્ર છેતરપિંડી કરી છે તેવો તેમણે દાવો કર્યો હતો.

ADVERTISEMENT

જો કે નીતીશ કુમારની નવી સરકારની ફોર્મ્યુલા અંગે પણ સસ્પેન્સ
જો કે નીતીશ કુમારની જેડીયું અને આરજેડી સરકાર બનાવવા માટેની ફોર્મ્યુલા પર ચર્ચા ચાલી રહી છે. આરજેડી નેતા તેજસ્વી યાદવે ગૃહમંત્રાલયની માંગણી કરી રહ્યા છે. આ ઉપરાંત તેજ પ્રતાપને પણ સરકારમાં સ્થાન મળી શકે છે. હાલ આ મુદ્દે નીતીશ કુમારનાં સ્ટેન્ડ અંગે હજી સુધી માહિતી મળી શકી નથી. પરંતુ હાલ જે પ્રકારની માંગણી આરજેડી દ્વારા કરવામાં આવી રહી છે તે નીતીશ માટે માનવી ખુબ જ મુશ્કેલ થશે તેવામાં આ સરકારનું ભવિષ્ય શું હશે તે જોવું રહ્યું.

    follow whatsapp

    ADVERTISEMENT