Congress ના ગઢમાં મોટું ગાબડું, અરવલ્લીમાં એક સાથે 200 લોકો જોડાય આપમાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

હિતેશ સુતરીયા, અરવલ્લી: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. ગુજરાતમાં સતત સમીકરણો બદલાવવા લાગ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી મેદાને છે અને સત્તામાં આવવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે હવે અરવલ્લી જિલ્લાના મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાવા લાગ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી દિવસેને દિવસે મજબૂત થતી જોવા મળી રહી છે ત્યારે  અરવલ્લીમાં એકસાથે 200 લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.

200 થી વધુ લોકો જોડાય આપમાં 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે ત્યારે હવે કોંગ્રેસનો ગઢ ગણાતા અરવલ્લી જિલ્લામાં એકસાથે 200 થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. અરવલ્લી જિલ્લામાં મેઘરજના ગ્રામ્ય વિસ્તારમાં લોકો આપમા જોડાયા છે. અરવલ્લી જિલ્લાના ગેડ, રેલ્લાંવાડા, ગેડ છાપરા ગામે આપ ની બેઠક યોજાઈ હતી જેમાં મહિલાઓ સહીત અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

નવા સમીકરણો થશે તૈયાર
ગુજરાતમાં દિગ્ગજ નેતાઓના સતત પ્રવાસ વધી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ સહિત અનેક નેતાઓ ગુજરાતનો પ્રવાસ ખેડી રહ્યા છે. ગુજરાતમાં સતત રાજકીય માહોલ જામી રહ્યો છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સતત મજબૂત થઈ રહી છે ત્યારે કોંગ્રેસનો ગઢ ગણાતા અરવલ્લી જિલ્લામાંથી એકસાથે 200 જેટલા લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા ચુંટણીમાં નવા સમીકરણો રચાઇ તો નવાઈ નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT