Amreli જિલ્લામાં કોંગ્રેસને મોટો ફટકો, બગસરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જોડાયા ભાજપમાં
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. એક બાદ એક નેતાઓની નારાજગી સામે આવી રહી છે અને નેતાઓ…
ADVERTISEMENT
અમદાવાદ: રાજ્યમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ તોડજોડની રાજનીતિએ વેગ પકડ્યો છે. એક બાદ એક નેતાઓની નારાજગી સામે આવી રહી છે અને નેતાઓ પોતાનો પક્ષ છોડી અન્ય પક્ષમાં જોડાવા લાગ્યા છે. ચૂંટણી નજીક આવતાની સાથે કોંગ્રેસના નેતાઓ પક્ષનો સાથ છોડવા લાગ્યા છે ત્યારે અમરેલીના બગસરમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ સહિત 3 નેતાઓ એ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી યોજવા જઈ રહી છે. એક બાદ એક રાજકીય પક્ષો ગુજરાતમાં સત્કાર બનાવવા એડી ચોંટીનું જોર લગાવવા લાગ્યા છે. રાજ્યમાં ચૂંટણીનું વાતાવરણ તૈયાર થવા લાગ્યું છે. ગુજરાતના રાજકારણમાં અમરેલી જિલ્લામાં આજે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ધારી વિધાનસભા બેઠકના બગસરામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બાબુભાઇ બકરાણીયા અને તાલુકા પંચાયતના સદસ્ય નગજીભાઈ સિદ્ધપુરાએ ચૂંટણી પહેલા કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાય છે.
આ પહેલા ધારી વિસ્તારન ધારાસભ્ય જે. વી. કાકડિયાએ વર્ષ 2020માં કોંગ્રેસ માંથી રાજીનામું આપી અને ભાજપમાં જોડાય હતા. હવે કોંગ્રેસમાં અન્ય આગેવાનો પણ ભાજપમાં જોડાય તેવી સંભાવનાઓ છે. બગસરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બાબુભાઇ બકરાણીયા અને તાલુકા પંચાયતના સદસ્ય નગજીભાઈ સિદ્ધપુરા સહિત કોંગ્રેસના એક આગેવાને અમરેલી જિલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરિયાના હસ્થે ભાજપનો ખેસ ધારણ કરી વિધિવતરીતે ભાજપમાં જોડાય હતા.
ADVERTISEMENT
ગુજરાતમાં કોંગ્રેસ સતત તૂટી રહી છે. એક તરફ કોંગ્રેસ ટૂંક સમયમાં ઉમેદવારની પહેલી યાદી જાહેર કરવા જઈ રહી છે ત્યારે બીજી તરફ કોંગ્રેસના નેતાઓના રાજીનામાથી કોંગ્રેસની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. આ નેતાઓની નારાજગીની અસર આગમી વિધાનસબ ચૂંટણીમાં પણ જોવા મળી શકે છે. હવે જોવાનું એ રહ્યું કે આગમી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ધારી વિધાનસભાની બેઠક ફરી મેળવશે કે ભાજપ સત્તા ટકાવી રાખશે.
ADVERTISEMENT