ભરતસિંહ સોલંકીએ અશોક ગેહલોતને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની કરી માગણી

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણીની જોરશોરથી તૈયારી શરૂ થઈ ચૂકી છે ત્યારે રાજ્યમાંથી નેવેદનબાજી પણ શરૂ થઈ ચૂકી છે. ગુજરાત કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ટૂંકા સક્રિય રાજકીય બ્રેક બાદ ફરી સક્રિય થયા છે. આજે ભરત સિંહ સોલંકીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ગેહલોતને બનાવવાની માગ કરી છે.

વિવાદના ચકડોળે છે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ
દેશમાં કોંગ્રેસ સતત તૂટી રહી છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી ગાંધી પરિવારને દૂર રહેવા માટે સૂચનો મળ્યા છે છતાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. 1996 થી 1998 સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ત્યાર બાદ આ પદ પર ગાંધી પરિવારનું વર્ચસ્વ છે. 1998થી 2017 સુધી સોનિયા ગાંધી સતત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. પરંતુ 2017 માં, સોનિયા ગાંધીએ તેમની ઉંમર અને પાર્ટીને યુવા નેતૃત્વની આવશ્યકતા દર્શાવીને આ પદ છોડ્યું હતું. સોનિયા ગાંધીનું પદ છોડ્યા બાદ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

રાહુલ ગાંધી 2017 થી 2019 દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ હતા, પરંતુ 2019 ની લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલે હારની જવાબદારી લીધી અને કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડ્યું. રાહુલ ગાંધીએ પદ છોડ્યા પછી, સોનિયા ગાંધીને 2019 માં ફરી એક વર્ષ માટે પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. અને હવે વચગાળાના અધ્યક્ષની મુદતની સમાપ્તિ અને તેમની વય ટાંકીને સોનિયા ગાંધીએ ફરી એકવાર પદ છોડવાની વાત કરી છે. ત્યારે હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માટેની માંગ ઉઠી છે.

ADVERTISEMENT

G-23ની આ છે માગ
G-23એ કોંગ્રેસના નેતાઓનું ગ્રુપ છે જેમણે કોંગ્રેસના સાગઠનને લઈ સવાલો કર્યા છે.  2020માં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને કોંગ્રેસમાં જડમૂળમાંથી પરિવર્તન લાવવા અને સક્રિય સંગઠનની માંગ કરી હતી. ત્યારબાદ કોંગ્રેસ પાર્ટીમાં બે જૂથ પડી ગયા હતા.

અમે અપડેટ કરી રહ્યા છીએ..  

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT