'આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો...', ગેનીબેન ઠાકોરના થરાદ PSI પર પ્રહાર

ADVERTISEMENT

Geniben Thakor
ગેનીબેન ઠાકોર
social share
google news

Geniben Statement on Police : બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી એકવાર ગુજરાત પોલીસનો ઉધડો લીધો હતો. થરાદના દુધવા ગામે રાણછોડરાયના મંદિરની પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સંસદ ગેનીબેન ઠાકોરે થરાદના પીએસઆઈને આડે હાથ લીધા હતા. બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોરે થરાદના PSI સી.પી ચૌધરી અને પોલીસને ભાજપના એન્જટ ગણાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.

'રાજકારણનો શોખ હોય તો નોકરી છોડીને મેદાનમાં અવાય'

ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં સી.પી.ચૌધરી ગામડે-ગામડે ફરીને ભાજપનો એન્જટ હોય તેમ મિટિંગો કરતો હતો. એ PI કે PSI ન કહેવાય એ ભાજપનો એન્જટ કહેવાય... આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો પ્રજાના પૈસાનો પગાર ન લેવાય રાજીનામું આપીને રાજકારણમાં ખુલ્લા મેદાનમાં અવાય... એટલે કેટલી વીસે સે સો થાય છે એ ખબર પડે.

'એમના આકાઓ કાયમી સત્તા ઉપર ન રહે...'

વધુમાં ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, આવા અધિકારીઓ આપણી મહેરબાનીથી નભતા હોય... પ્રજાના પૈસે પગાર લેતા હોય... તો પ્રજાનું કામ કરવાનું હોય... એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય ન કે ભાજપના કે કોઈ વ્યક્તિના એજન્ટ બનવાનું હોય. એ પણ કાચના ઘરમાં રહેતા હોય તો કોઈના ઉપર ધાકધમકી આપીને દબાણ લાવવાનું કામ ન કરવું જોઈએ. એમના આકાઓ કાયમી સત્તા ઉપર ન રહે સત્તા બદલાતી રહે છે એટલે એમને એમની મર્યાદામાં રહેવું જરૂરી છે. કોઈપણ હોય પોતપોતાની મર્યાદામાં રહેવાની જરૂર છે.

ADVERTISEMENT

ઉલ્લેખનીય છે કે, ગેનીબેન ઠાકોર અગાઉ પણ પોલીસ પર પ્રહાર કરી ચૂક્યા છે. અગાઉ ગેનીબેને કહ્યું હતું કે, પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરે છે. જેના પાસે પોલીસના ફોન આવે એ નંબરો સાચવી રાખજો. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. કોંગ્રેસના આગેવાનોને ધાક ધમકી આપવાની તમારે જરૂર નથી. અમારા મતદારો બેઠા છે. તમને કહું છું 10 કે 15 ફરિયાદો થાય તો તૈયારી રાખજો. ફરિયાદોમાં કશુ કઈ થવાનું નથી. પોલીસવાળા દમ દાટી આપે તો અમને કહેજો.

    follow whatsapp

    ADVERTISEMENT