પાંચ રાજ્યોમાં કોની બનશે સરકાર? Exit Poll દ્વારા પાંચે રાજ્યોનો આછેરો ચિતાર

ADVERTISEMENT

5 State election Result Live
5 State election Result Live
social share
google news

Exit Poll Results of all five states (Madhya Pradesh, Rajasthan, Telangana, Chhattisgarh and Mizoram) : લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોના પરિણામોની રાહ જોવાઇ રહી છે. જો કે ટુંક જ સમયમાં પરિણામો (3 ડિસેમ્બર,2023) જાહેર થવાનાં છે. રાજસ્થાન, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને મિઝોરમમાં કોની સરકાર બનશે તેની સ્પષ્ટ માહિતી સામે આવશે. જો કે તે પહેલા વિવિધ રાજ્યમાં કોની સરકાર આવી શકે છે તેની સંભાવના વ્યક્ત કરતા એક્ઝિટ પોલ 30 નવેમ્બરે જ સામે આવવા લાગશે. જેનાથી કોની સરકાર બનવા જઇ રહી છે તેનો સામાન્ય અંદાજ આવી જશે. હાલ રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ સત્તામાં છે. મધ્યપ્રદેશમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળવા છતા પણ તે સત્તા ભોગવી શકી નહોતી. તેલંગાણામાં કે.ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતી (BRS) સત્તામાં છે. મિઝોરમમાં મિઝો નેશનલ ફ્રન્ટની સરકાર છે.

Assembly elections 2023 Result Live Update

સમગ્ર દેશની નજર રાજસ્થાન, મધ્યપ્રદેશ, તેલંગાણા, છત્તીસગઢ અને મિઝોરમની વિધાનસભા ચૂંટણી અને તેના પરિણામ પર છે. કારણ કે આ ચૂંટણી આગામી લોકસભા પહેલાની સેમીફાઇનલ મેચ છે. આના આધારે જ ફાઇનલ (લોકસભા 2024) નો ઘણોખરો અંદાજ આવી જશે. પાંચ રાજ્યોની ચૂંટણીને લોકસભા ચૂંટણી માટે લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહી છે. તેથી આ રાજ્યમાં કોણ સત્તા પર રહેશે, લોકસભાની ગણતરીઓ અને પ્રચારની દિશા નક્કી થશે.

કયા રાજ્યમાં કોની સત્તા?

પાંચ રાજ્યોમાંથી કેટલાકમાં કોંગ્રેસ સત્તા પર છે, જ્યારે કેટલાક રાજ્યોમાં ભાજપ સત્તા પર છે. રાજસ્થાન અને કોંગ્રેસ સત્તામાં છે. MNF એટલે કે મિઝો નેશનલ ફ્રન્ટ મિઝોરમમાં સત્તામાં છે, જ્યારે તેલંગાણામાં કે. ચંદ્રશેખર રાવની ભારત રાષ્ટ્ર સમિતિ સત્તામાં છે.

ADVERTISEMENT

રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ, તેલંગાણા, છત્તીસગઢના મુખ્યમંત્રી કોણ છે?

અશોક ગેહલોત (રાજસ્થાન)
શિવરાજ સિંહ ચૌહાણ (મધ્ય પ્રદેશ)
કે. ચંદ્રશેખર રાવ (તેલંગાણા)
ભૂપેશ બઘેલ (છત્તીસગઢ)
જોરામથાંગા (મિઝોરમ)

    follow whatsapp

    ADVERTISEMENT