કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અશોક ગેહલોત 16મીથી ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે, જાણો સમગ્ર કાર્યક્રમ
સૌરભ વક્તાનિયા/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત…
ADVERTISEMENT
સૌરભ વક્તાનિયા/અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો મતદારોને આકર્ષવા પ્રયાસ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે હવે રાજસ્થાનના મુખ્યમંત્રી અને સીનિયર નેતા અશોક ગહેલોત (Ashok Gehlot) ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના (Congress) નિરીક્ષક બન્યા બાદ તેઓ પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
અશોક ગેહલોતનો ત્રણ દિવસનો કાર્યક્રમ નીચે મુજબનો રહેશે…
16મી ઓગસ્ટ
સુરતમાં પહોંચશે અને ત્યાં દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે.
આ બાદ તેઓ રાજકોટ પહોંચશે અને સૌરાષ્ટ્રના કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે.
સાંજે તેઓ વડોદરા પહોંચશે અને અહીં જ રાત્રી રોકાણ કરશે.
ADVERTISEMENT
17 ઓગસ્ટ
વડોદરામાં તેઓ મધ્ય ગુજરાતના કોંગ્રેસના નેતાઓને મળશે.
આ બાદ તેઓ અમદાવાદ પહોંચશે અને મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના નેતાઓ સાથે મુલાકાત કરશે.
રાત્રી રોકાણ તેઓ અમદાવાદમાં કરશે.
18 ઓગસ્ટ
સવારે તેઓ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે.
આ બાદ તેઓ કોંગ્રેસના નેતાઓને મળીને મેનિફેસ્ટો પર ચર્ચા કરશે.
સાંજે તેઓ જયપુર માટે રવાના થશે.
ADVERTISEMENT
ચૂંટણી પહેલા કોંગ્રેસ કપરી સ્થિતિમાં
નોંધનીય છે કે, આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી સારું પ્રદર્શન કરી શકે તે માટે અશોક ગેહલોતને નિરીક્ષક તરીકે નિમાયા હતા. કોંગ્રેસના ટોચના નેતાઓ તથા ધારાસભ્યો પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે, એવામાં કોંગ્રેસ હાલમાં મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહી છે. 16થી 18 ઓગસ્ટ સુધીના ત્રણ દિવસના પ્રવાસમાં અશોક ગેહલોત કોંગ્રેસના નેતાઓ સાથે મુલાકાત કરશે.
ADVERTISEMENT
કોંગ્રેસે ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરવાની કરી જાહેરાત
બીજી તરફ, ગુજરાત કોંગ્રેસે આજે જ જગદીશ ઠાકોરે કોંગ્રેસ જો ચૂંટણી જીતીને આવી તો ખેડૂતો માટે પહેલી કેબિનેટમાં જ 3 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરી દેવાનું વચન આપ્યું છે. આની સાથે જ તેમને 10 કલાક દિવસે વીજળી ફ્રી અપાશે તથા ખેતપેદાશોને ઓછા ભાવે ખરીદવા પર પણ પ્રતિબંધનો કાયદો લાવવાની વાત ઉચ્ચારી છે. વળી ટેકાના ભાવ પર બોનસ આપવાની વાત પણ કરી છે.
ADVERTISEMENT