પાર્ટી અધ્યક્ષ બનવા અંગે અશોક ગેહલોતે આપ્યું મહત્વનું નિવેદન

ADVERTISEMENT

ashok Gehlot
ashok Gehlot
social share
google news

અમદાવાદ: ગુજરાતના પ્રવાસે આવેલ રાજસ્થાનના મુખ્યમંત્રી અને કોંગ્રેસના સિનિયર ઑબ્ઝર્વર અશોક ગેહલોતને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે હું મીડિયા પાસેથી જ સાંભળું છું કે મને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવશે મારે કોઈ જ સોનિયા ગાંધી સાથે આ બાબતે ચર્ચા થઈ નથી.

છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે કે રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસનું નેતૃત્વ બદલાશે અને હવે અધ્યક્ષ પદ પર રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતનું નામ સતત ચર્ચામાં છે ત્યારે ગુજરાતના પ્રવાસે આવેલ અશોક ગેહલોતને આ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. તેમણે પૂછવામાં આવ્યું હતું કે સોનિયા ગાંધીએ તમને અધ્યક્ષ માટે ઓફર કરી છે. આ બાબતે ગેહલોતે જણાવ્યું કે હું આ વાત ફક્ત મીડિયા પાસેથી જ સાંભળું છું. છેલ્લા ઘણા સમયથી આ વાત મીડિયા પાસેથી સાંભળી રહ્યો છું. મારા મીડિયા મિત્રો પણ મને  પૂછી રહ્યા છે કે તમે ક્યારે પાર્ટી અધ્યક્ષ બનો છો. હાઇકમાંડે કામ સોંપ્યું છે તે કામ કરી રહ્યો છું. એક કામ ગુજરાતના સિનિયર ઑબ્ઝર્વરનું અને બીજું કામ રાજસ્થાનના મુખ્યમંત્રીનું. આ બંને કામ હું સારી રીતે કરી રહ્યો છું.

વિવાદના ચકડોળે છે રાષ્ટ્રીય અધ્યક્ષનું પદ
દેશમાં કોંગ્રેસ સતત તૂટી રહી છે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પરથી ગાંધી પરિવારને દૂર રહેવા માટે સૂચનો મળ્યા છે.આ બાબતે  કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. 1996 થી 1998 સુધી સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ત્યાર બાદ આ પદ પર ગાંધી પરિવારનું વર્ચસ્વ છે. 1998થી 2017 સુધી સોનિયા ગાંધી સતત કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાયા. પરંતુ 2017 માં, સોનિયા ગાંધીએ તેમની ઉંમર અને પાર્ટીને યુવા નેતૃત્વની આવશ્યકતા દર્શાવીને આ પદ છોડ્યું હતું. સોનિયા ગાંધીનું પદ છોડ્યા બાદ રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 2019ની ચૂંટણીમાં કોંગ્રેસની હાર ની જવાદરી રાહુલ ગાંધીએ સ્વીકારી આ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.

ADVERTISEMENT

2019થી આ પદ પર સોનિયા ગાંધી કાર્યકારી અધ્યક્ષ છે. હવે છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનના મુખ્યમંત્રીને પાર્ટી અધ્યક્ષ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકીએ પણ અશોક ગેહલોતને પાર્ટી અધ્યક્ષ બનાવવાની માંગ કરી છે.

    follow whatsapp

    ADVERTISEMENT