Arvind Kejriwal આજે સુરેન્દ્રનગરની મુલાકાતે, સરપંચ સંમેલનમાં આપશે હાજરી
અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત…
ADVERTISEMENT
અમદાવાદ:ગુજરાત વિધાનસભાની ચૂંટણીને આડે ગણતરીના મહિનાઓ બાકી છે. તમામ રાજકીય પક્ષો ચૂંટણીલક્ષી તૈયારીઓમાં લાગી ગયા છે, જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ સતત ગુજરાતના પ્રવાસ ખેડી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ એક બાદ એક શહેરોની મુલાકાત પણ કરી રહ્યા છે. કાલે દ્વારકાની મુલાકાત બાદ આજે સુરેન્દ્રનગરની મુલાકત લેશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી રાજ્યની જનતાનો વિશ્વાસ જીતવા માટે એક બાદ એક ગેરેન્ટી આપી રહ્યા છે અને સરકાર સામે ચેલેન્જ ફેકી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે ત્યારે ગઈકાલે તેણે દ્વારકાધીશના દર્શન કરી પોતાના પ્રવાસની શરૂઆત કરી હતી. બે દિવસના ગુજરાત પ્રવાસે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે અને આજે તેઓ સુરેન્દ્રનગરની મુલાકાતે છે. અરવિંદ કેજરીવાલ સુરેન્દ્રનગરમાં સરપંચ સંમેલનમાં હાજર રહેશે. તેમજ વધુ એક ગેરંટીની જાહેરાત કરશે. સાંજે સુરતના સરથાણામાં ગણેશોત્સવમાં દર્શન કરવા જશે.
દ્વારકામાં ખેડૂત લક્ષી કરી જાહેરાત
આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ બે દિવસ માટે ગુજરાત પ્રવાસે આવ્યા છે. જેમાં તેમણે દ્વારકા ખાતે લોકોને સંબોધી ખેડૂતો સહિત ભારતને નંબર-1 બનાવવાના મુદ્દાને ઉઠાવ્યો હતો. આ દરમિયાન તેમણે સિંચાઈ વ્યવસ્થાથી લઈને ખેડૂતોને વિવિધ ભથ્થાઓ આપી લોન માફી મુદ્દે મોટી જાહેરાત કરી છે. અરવિંદ કેજરીવાલે પેપરલિક મુદ્દે પણ આકરુ વલણ અપનાવી 10 લાખ સરકારી નોકરી આપવાની ગેરન્ટી પણ આપી છે.
ADVERTISEMENT
અરવિંદ કેજરીવાલે પોતાની જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ખેડૂતોને 12 કલાક સુધી ખેતી કરવા માટે વીજળીનો પુરવઠો પહોંચાડવાનું કામ આપ કરશે. ખેડૂતોને જો પાક નિષ્ફળ જશે તો 20 હજાર પ્રતિ એકર દ્વારા તેમને વળતર આપવાની ગેરન્ટી પણ આપી હતી. ત્યારપછી એક વર્ષની અંદર અરવિંદ કેજરીવાલ દેવુ માફ કરવાની સાથે ખેડૂતોને સિંચાઈ માટે પાણીનો પુરવઠો પૂરો પાડવાની પણ જાહેરાત કરી હતી.
ADVERTISEMENT