શનિવારે કેજરીવાલ જામનગરના પ્રવાસે, વેપારીઓ માટે મોટી જાહેરાત કરી શકે છે
જામનગરઃ રાજ્યમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેવામાં આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણીનાં મેદાનમાં પદાર્પણ કરવા માટે થનગની રહી છે. AAPએ ચૂંટણીલક્ષી…
ADVERTISEMENT
જામનગરઃ રાજ્યમાં વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. તેવામાં આમ આદમી પાર્ટી પણ આ વખતે ચૂંટણીનાં મેદાનમાં પદાર્પણ કરવા માટે થનગની રહી છે. AAPએ ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આની સાથે જ AAPનાં સુપ્રીમો અરવિંદ કેજરીવાલનાં ગુજરાત પ્રવાસ પણ સતત વધી રહ્યા છે. આ શનિવારે કેજરીવાલ જામનગરનાં પ્રવાસે આવશે અને અહીં વેપારીઓને લગતા પ્રશ્નો તથા બિઝનેસ સંબંધી મોટી જાહેરાતો કરી શકે છે.
વેપારીઓની સમસ્યા સાંભળશે કેજરીવાલ…
AAPનાં સુપ્રીમો અરવિંદ કેજરીવાલ 6 ઓગસ્ટે જામનગર શહેરમાં આવેલા ઓશવાળ સેન્ટરમાં સભાને સંબોધશે. આ દરમિયાન તેઓ વેપારીઓ સાથે પણ સંવાદ કરશે, જેમાં જામનગરના જથ્થાબંધ વેપારીઓ, ઈન્ડસ્ટ્રીયલ, રિટેલ વેપારીઓ ભાગ લેશે. આ તમામ વેપારીઓ આ સભામાં તેમને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ લાવવા માટેનો મુદ્દો રજૂ કરી શકે છે.
આમ આદમી પાર્ટીએ 10 નેતાની યાદી બહાર પાડી
ગુજરાતની ચૂંટણીમાં આ ત્રિપાંખીયા જંગ જાવશે એવામાં આમ આદમી પાર્ટીએ 10 સીટો પરથી ઉમેદરવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ભેમાભાઈ ચૌધરી, જગમલ વાળા, સાગર રબારી, સુધીર વાઘાણી, રાજેન્દ્ર સોલંકી, ઓમ પ્રકાશ તિવારી, વશરામ સાગઠિયા અર્જુન રાઠવા, રામ ધડુક તથા શિવલાલ બારસિયાનો તક આપવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી માટે ઉતારેલા આ 10 ઉમેદવારો કોણ છે તથા તેઓ ક્યાંથી ચૂંટણી લડશે તેના પર એક નજર કરીએ.
ADVERTISEMENT
ઉમેદવારોની યાદી
- દિયોદરથી આમ આદમ પાર્ટીના ઉમેદવાર ભેમાભાઈ ચૌધરી AAPના ગુજરાતના વાઈસ પ્રેસિડેન્ટ છે
- ગીર સોમનાથ બેઠક પરથી આમ આદમી પાર્ટીએ જગમાલ વાળાને ઉમેદવાર જાહેર કર્યા છે
- આમ આદમી પાર્ટીએ છોટાઉદેપુરમાંથી અર્જુન રાઠવાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે
- ખેડૂત એકતા મંચના પ્રમુખ અને સામાજિક આગેવાન સાગર રબારી ગત વર્ષે જ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
- કોંગ્રેસના પૂર્વ નેતા વશરામ સાગઠિયા આ વર્ષે એપ્રિલ મહિનામાં જ કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા
- ભાવનગર જિલ્લાની ગારિયાધાર બેઠક પરથી આમ આદમી પાર્ટીએ સુધીર વાઘાણીને ટિકિટ આપી છે
- બારડોલીની વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ રાજેન્દ્ર સોલંકીને ટિકિટ આપી છે
- અમદાવાદની નરોડા બેઠક પરથી આમ આદમી પાર્ટીએ ઓમપ્રકાશ તિવારીને ટિકિટ આપી છે
- સુરતના કામરેજમાંથી આમ આદમી પાર્ટીએ રામ ધડૂકને ટિકિટ આપીને ફરીથી રિપીટ કર્યા છે
- શિવલાલ બારસિયાને આમ આદમી પાર્ટીએ રાજકોટ દક્ષિણ બેઠક પરથી ટિકિટ આપી છે
ADVERTISEMENT