ગુજરાતમાં દારૂબંધી અંગે AAPની સૌથી મોટી જાહેરાત, દિલ્હીમાં તો લિબરલ છીએ પણ…

ADVERTISEMENT

ARVIND KEJRIVAL
ARVIND KEJRIVAL
social share
google news

અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે ત્યારે ગુજરાતમાં અનેક નેતા પ્રવાસે અનેક નેતાઓ આવી રહ્યા છે ત્યારે ગુજરાતના પ્રવાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ છે. ત્યારે આજે ગુજરાતમાં દારૂબંધી અંગે અરવિંદ કેજરીવાલે મહત્વનું નિવેદન આપ્યું છે.

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદીયા આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે પત્રકાર પરિષદ સંબોધતા તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક પ્રહાર કર્યા હતા. કેજરીવાલે કહ્યું કે ધ્યેય વડાપ્રધાન બનવાનું નથી પરંતુ દેશને નંબર વન બનાવવાનો છે. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી સરકાર છે તેના કારણે ભાજપને ઘણું ઘમંડ આવ્યું છે.

અમે સકારાત્મક અભિયાન ચલાવી રહ્યા છીએ, અમે પૂછીએ છીએ કે મહિલાઓ માટે યુવાનો માટે શું ગેરેન્ટી આપી છે. વિશ્વના શ્રેષ્ઠ શિક્ષણ પ્રધાન આજે આપણી સાથે છે, એ શિક્ષણ પ્રધાન જેની તસવીર ન્યૂયોર્ક ટાઈમ્સમાં પ્રકાશિત થઈ છે. દિલ્હીમાં જન્મેલા દરેક બાળક માટે ઉત્તમ શિક્ષણ છે. પંજાબમાં આવું કામ શરૂ થયું છે. સારું શિક્ષણ એ ગુજરાતના દરેક બાળકનો અધિકાર છે. આજે કેજરીવાલના નેતૃત્વમાં હું ગુજરાતના દરેક પરિવારને ખાતરી આપું છું કે ગુજરાતમાં જન્મેલા દરેક બાળક માટે ઉત્તમ શિક્ષણની વ્યવસ્થા લાગુ કરવામાં આવશે. જેમ દિલ્હીની દરેક શાળાએ કર્યું છે, તેવી જ અહી દરેક શહેર અને ગામમાં ઉત્તમ શિક્ષણ મળશે.

ADVERTISEMENT

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા બાદ મફત અને ઉત્તમ સરકારી શાળાઓ બનાવવામાં આવશે.આ ઉપરાંત તાત્કાલીક ભરતીથી શિક્ષકોની ઘટ દૂર થશે તથા શિક્ષકની કાયમી ભરતી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ ઉપરાંત ખાનગી શાળામાં મફતના મુદ્દા પર અંકુશ આવશે તથા શાળાને બિનજરૂરી રીતે વધારવા દેવામાં આવશે નહીં એટલે કે જો આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો ગુજરાતમાં નવી ખાનગી શાળાઓને પરમીશન આપવામાં નહીં આવે. આમ શિક્ષણ અને આરોગ્યની બાબત બાદ તેમણે દારૂબંધીને લઈને મહત્વનું નિવેદન આપ્યું હતું.

દારૂબંધી મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે ત્યારે અરવિંદ કેજરીવાલે પણ આ મુદ્દે આમ આદમી પાર્ટીનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું કે, ગુજરાતમાં દારૂબંધી યથાવત રાખીશું. અમે ગુજરાતમાં દારૂબંધી નહીં હટાવીએ. જોકે ગુજરાતમાં દારૂ બંધીને લઈને પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતમાં દારૂબંધી દૂર થવી જોઈએ.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT