અરવિંદ કેજરીવાલે ગુજરાતના આદિવાસીઓને આપી 6 ગેરંટી, દરેક ગામમાં સ્કૂલ-ક્લિનિક ખોલવા સાથે બીજું શું કહ્યું?
વડોદરા: ગુજરાતમાં આગામી ચાર મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય…
ADVERTISEMENT
વડોદરા: ગુજરાતમાં આગામી ચાર મહિનામાં જ વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. એવામાં રાજકીય પાર્ટીઓ પૂરજોશમાં પ્રચારમાં લાગી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હાલમાં ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેમણે આજે વડોદરા ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જ્યાં તેમણે આદિવાસી સમાજને 6 ગેરંટી આપી છે.
અરવિંદ કેજરીવાલની આદિવાસીઓને આ 6 ગેરેંટી
- આદિવાસીઓ માટે જે સંવિધાનની 5મી વ્યવસ્થા છે તેને સંપૂર્ણ રીતે લાગુ કરીશું. તેમના માટેના PESA એક્ટને લાગુ કરીશું. આદિવાસી ગામોમાં ગ્રામસભાની મંજૂરી વિના કશું નહીં થાય. જે ટ્રાઈબલ એડવાઈઝરી કમિટી છે, જેનું કામ આદિવાસી સમાજના ક્ષેત્રમાં કેવો વિકાસ થાાય, ફંડનો કેવી રીતે ઉપયોગ કરવો વગેરે છે, તે ટ્રાઈબલ એવાઈઝરી કમિટીના ચેરમેન ટ્રાઈબલ હશે.
- દરેક આદિવાસી ગામમાં સારી સ્કૂલો ખોલીશું.
- દિલ્હીના મહોલ્લા ક્લિનિકની જેમ દરેક ગામમાં ક્લિનિક ખોલીશું. તેમાં સારવાર મફત હશે. આદિવાસી વિસ્તારમાં મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખોલીશું.
- જાતિનું પ્રમાણપત્ર મેળવવામાં જે સમસ્યા આવે છે, તેની પ્રક્રિયા સરળ બનાવીશું.
- ઘર ન હોય તેવા ગરીબ આદિવાસીઓને ઘર આપવામાં આવશે.
- દરેક ગામ સુધી રસ્તો બનાવાશે.
આ સાથે જ અરવિંદ કેજરીવાલે કહ્યું કે, રોજગાર-મફત વીજળી જે લોકોને મળશે તે આદિવાસી સમાજને પણ આપીશું. આ પહેલા આમ આદમી પાર્ટી ગુજરાતમાં મફત વીજળી, નોકરી તથા વેપારીઓને ગેરંટી આપી ચૂકી છે. ગઈકાલે કેજરીવાલ જામનગરની મુલાકાતે હતા. જ્યાં તેમણે જામનગરમાં વેપારીઓ સાથે મુલાકાત યોજી હતી. ત્યાર બાદ એક જનસભાનુ પણ સંબોધન પણ કર્યું હતું.
ADVERTISEMENT
વેપારીઓને કોઇ એક ચોક્કસ પાર્ટી ગુલામ સમજે છે
ગુજરાતના વેપારીઓનું સંબોધન કરતા અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ગુજરાતમાં વેપારીઓ મુક્ત રીતે વેપાર નથી કરી શકતા. તેઓ વેપાર કરી રહ્યા હોવા છતા પણ જાણે કોઇ એક પાર્ટીના ગુલામ હોય તેવી રીતે તેમની સાથે વર્તન થાય છે. અનેક વેપારીઓને ધમકી મળી હતી કે, આ સભામાં ન જતા તેમ છતા તમે લોકો હિમ્મત કરીને આવ્યા તે બદલ તમામનો ખુબ ખુબ આભાર. કાલે અનેક વેપારીઓને ડરાવવા ધમકાવવામાં આવ્યા હતા.
અધિકારીઓ તાબે નહી થતા વેપારીઓને ત્યાં દરોડા પાડે છે
અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, લોકોને ડરાવાયા હતા તેમ છતાં વેપારીઓ આવ્યા. 75 વર્ષમાં અમને ઘણુ મળ્યું છે, પરંતુ આ સમય વિચારવાનો પણ છે, ઘણા બધા એવા દેશ છે જે આપણાથી આગળ નીકળી ગયા. આપણે પાછળ કેમ રહી ગયા આપણામાં શું કમી છે, ગુજરાતનાં લોકો સમગ્ર વિશ્વમાં જાય છે અને વેપાર પણ કરે છે પરંતુ જ્યારે કેજરીવાલને મળવા માટે આવે ધમકી મળે છે.
ADVERTISEMENT
વેપારીઓનું સ્થાન કેજરીવાલનાં હૃદયમાં છે
જો કે પોતાના સંબોધનમાં તેમણે વેપારીઓને આશ્વાસન આપતા જણાવ્યું કે, અમારી સરકાર આવશે તો કોઇ પણ સ્થિતિમાં વેપારીઓને મુશ્કેલી નહી પડવા દઇએ. દિલ્હીના વેપારીઓ ખુબ જ ખુશનુમા વાતાવરણમાં રહે છે. તેઓ મુક્તે રીતે વેપાર કરી રહ્યા છે. તેમને દરોડા પાડવાની કોઇ ધમકી પણ નથી આપતા. જો ગુજરાતમાં અમારી સરકાર આવશે તો આ ગુલામીમાં ગુજરાતનો દરેક વેપારી મુક્ત થશે. વેપારીઓને હું આજે પાંચ વચન આપવા માંગુ છું. આપણા દેશની રાજનીતિ ખુબ જ ખરાબ છે પણ હું તમને આ રાજનીતિમાંથી તમને બહાર લાવીશ.
ADVERTISEMENT
દિલ્હીની સરકારી હોસ્પિટલો અને શાળાઓ ફાઇવ સ્ટાર થઇ ચુકી છે
દિલ્હીની સરાકરી શાળા અને હોસ્પિટલ પાંચ વર્ષમાં ટોપમાં ટોપ શાળાને શરમાવે છે. હોસ્પિટલો પણ કોર્પોરેટ હોસ્પિટલ કરતા પણ ટોપની છે. 70 વર્ષોમાં ભાજપ કોંગ્રેસની મિલીભગત સરકારે ઉરાદાપુર્વક નાગરિકોને પાછા રાખ્યા. હું સી.આર પાટીલ સાહેબ અને મુખ્યમંત્રીને કહેવા માંગીશ કે તમે દિલ્હીમાં આવો અમે વેપારીઓ અને કોઇને નહી ધમકાવીએ. મુક્ત રીતે લોકો તમારી રેલીમા આવવા ઇચ્છતા હશે તો આવશે. અહીં તો જીએસટી અધિકારીઓને વેપારીઓને ડરાવવા ધમકાવવાની જવાબદારી સોંપાય છે.
મારી સભા હતી ત્યાં હોલનું બુકિંગ પણ રદ્દ કરાવી દેવાયું હતું.
સુરતમાં થોડા વર્ષો પહેલા હોલનું બુકિંગ રદ્દ કરાવી દીધું હતું. હું ભાજપના લોકોને અપીલ કરવા માંગુ છુ કે, આ પ્રકારે ડરાવી ધમકાવીને રાજનીતિ ન કરવી જોઇએ. અહીં વેપારીઓ ડરી ડરીને જીવે છે. વેપારીઓ સરકારના ભાગીદાર બનવા માંગે છે. હું તેમના સાચા અર્થમાં સારા દિવસો લાવીશ.
અમે ભાજપની જેમ વેપારીઓને ડરાવ્યા ધમકાવ્યા નથી
અમે કોઇ પણ વેપારીને ભાજપની જેમ ડરાવ્યા ધમકાવ્યા નથી તેમ છતા તેઓ આવ્યા છે કારણ કે અમે તેમનું દિલ જીત્યું છે. હાલમાં જ ગુજરાતમાં લઠ્ઠાકાંડ થયો. ગુજરાતમાં દારૂબંધી છે પણ અહીં જોઇએ ત્યાં દારૂ મળે છે. અહીં દારૂની હોમ ડિલિવરી થાય છે. દારૂ ક્યાંથી આવે છે અને કોની દયાથીઆવે છે તે બધાને ખબર છે.
દરેક તબક્કે માત્ર અને માત્ર મત્તની રાજનીતિ, લઠ્ઠાકાંડના પીડિતોને CM કે CR કોઇ મળવા ન પહોંચ્યું
લઠ્ઠાકાંડના પીડિતોને હું હોસ્પિટલ જઇને મળી આવ્યો પણ હજી સુધી અહીંના મુખ્યમંત્રી કે પાટીલ ગયા નથી. ભલે જે થયું તે થયું પરંતુ કમસે કમ મળવા તો જવુ જોઇએ. દરેક બાબતમાં મતની રાજનીતિ ન કરવી જોઇએ. જે પરિવારોએપોતાના સભ્યો ગુમાવ્યા છે તેમને મળવા માટે જવું જોઇએ. વેપારીઓને પણ ઇજ્જત આપવાના બદલે તેઓ ચોર છે તેવું કહે છે. હું ફ્રી વિજળી આપુ તો તેઓ મફતની રેવડી કહે છે. દિલ્હીનું બજેટ હાલમાં પણ નફામાં છે. દિલ્હી સરકાર પર કોઇ જ દેવું નથી. આટલી ફ્રી વસ્તુ આપવા છતા અમે દેવામુક્ત છીએ.
ADVERTISEMENT