Gopal Italia નો વધુ એક જૂનો વિડીયો વાઇરલ, વડાપ્રધાન મોદીના માતા પર કરી ટિપ્પણી
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં જૂના વિડીયો…
ADVERTISEMENT
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ગુજરાતમાં હાઇવૉલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં જૂના વિડીયો સામે આવવા લાગ્યા છે. ગોપાલ ઇટાલીયાનો વધુ એક વિડીયો વાઇરલ થયો છે. આ વિડીયોમાં ગોપાલ ઇટાલિયા નરેન્દ્ર મોદી પર જ અપશબ્દો નથી બોલી રહ્યા પરંતુ તેમના માતા હીરા બા પર ટિપ્પણી કરી છે.
એક તરફ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ તૈયાર થઈ રહ્યો છે. ટૂંક સમયમાં ચૂંટણીની જાહેરાત પણ થઈ જશે ત્યારે હવે આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાને આજે દિલ્હીમાં અટકાયત કરવામાં આવી છે ત્યારે અટકાયત બાદ પણ ઇટાલિયાનો વધુ એક વિડીયો ગુજરાત ભાજપના યુવા નેતા ઝુબિન આશરાએ ટ્વિટર પર શેર કર્યો છે.
ઝુબિન આશરાએ વિડીયો શેર કરતાં તેમણે કહ્યું કે, ગુજરાતના સુપુત્ર મોદી જેમનું આખું વિશ્વ સન્માન કરે છે. ગોપાલ ઇટાલિયાને તેને ગાળો દેતા શરમ નથી આવતી? અને આનાથી પણ વધુ શરમજનક છે તેમની વૃદ્ધ માતા સાથે દુર્વ્યવહાર કર્યો છે જેને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. કોઈ સમાજનો પુત્ર માતાનું અપમાન સહન કરશે?
ADVERTISEMENT
ઇટાલિયાને કરાયા મુક્ત
ગોપાલ ઇટાલિયાને નવી દિલ્હી પોલીસ દ્વારા પ્રાથમિક પુછપરછ કર્યા બાદ મુક્ત કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉળ્લેખનીય છે કે, ઓખલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેઓને આજે 3 કલાક લાંબી પુછપરછ બાદ છોડી દેવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે કહ્યું કે, ગોપાલ ઇટાલિયા પર કોઈ એફ આઈ આર કેવામાં નથી આવી.
ADVERTISEMENT