Congress ને વધુ એક ઝટકો, 35 વર્ષથી વફાદાર રહેનાર નેતાએ ધર્યું રાજીનામું

ADVERTISEMENT

girirajsinh
girirajsinh
social share
google news

અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને રાજકીય પક્ષો તડમાર તૈયારીઓ આરંભી દીધી છે. ચૂંટણી આડે હવે ગણતરીના મહિનાઓ જ બાકી છે. રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ચૂકી છે અને સત્તાનું સિંહાસન મેળવવા રાજકીય આગેવાનોએ લોબિંગ શરૂ કરી દીધું છે. આ રાજકીય ગતિવિધિઓ વચ્ચે Congress ને એક બાદ એક ફટકા લાગવા લાગ્યા છે. કોંગ્રેસના વધુ એક નેતાએ કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દીધું છે. સુરેન્દ્રનગરના શહેર કોંગ્રેસ પ્રમુખે ગીરીરાજસિંહ ઝાલાએ રાજીનામું ધરી દીધું છે.

જગદીશ ઠાકોરને સોંપ્યું રાજીનામું 
જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં રાહુલ ગાંધીના આગમન પહેલા ગુજરાત યુથ કોંગ્રેસના અધ્યક્ષ વિશ્વજિતસિંહ વાઘેલાએ રાજીનામું ધરી દીધું હતું અને એક બાદ એક યુવાનેતાએ રાજીનામાં ધરી દીધા હતા. હવે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસના અધ્યક્ષ ગીરીરાજસિંહ ઝાલાએ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ જગદીશ ઠાકોરને પોતાનું રાજીનામું ધરી દીધું છે.

બીમારીનું કારણ કર્યું આગળ 
રાજીનામાંમાં ગિરિરાજસિંહ ઝાલાએ બીમારીનું કારણ દર્શાવ્યું છે. તેમણે સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે મુક્ત કરવા વિનંતી કરી કહ્યું હતું કે, ઘણા સમયથી મારી તબિયત સારી ણ રહેતા હું પાર્ટીની જવાબદારી નિભાવી શકતો નથી. હું પાર્ટી સાથે 35 વર્ષથી વફાદારી કરતો આવ્યો છું આજે પણ કરતો રહીશ. નવા ચહેરાને તક આપશો તેને મારો પૂરતો સાથ રહેશે.

ADVERTISEMENT

સુરેન્દ્રનગર શહેર પ્રમુખે તબિયત નાતંદુરસ્તના બહાના હેઠળ આ રાજીનામું આપ્યુ છે. પ્રમુખ બાદ અન્ય કોંગ્રેસના કાર્યકરો પણ રાજીનામા આપે તેવી શકયતા સેવાઈ રહી છે. ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સતત કોંગ્રેસના નેતાના રાજીનામા આવનાર ચૂંટણીમાં અસર કરશે.
વિથ ઈનપુટ: સાજિદ બેલીમ, સુરેન્દ્રનગર 

    follow whatsapp

    ADVERTISEMENT